કાશ્મીરના આ મંદિરમાં 75 વર્ષ પછી નવરાત્રિમાં પહેલીવાર પૂજા થઇ, જાણો શું છે ખાસ

PC: abplive.com

1947 પછી એટલે કે 75 વર્ષ બાદ પહેલી વખત, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં LOC નજીકના શારદા દેવી મંદિરમાં નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે શરદ નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા યોજાઈ હતી અને આ ઐતિહાસિક પ્રસંગમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી તેમના અનુયાયીઓ સાથે કર્ણાટકમા ભગવાન હનુમાનના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા પર સવાર થઇને ટીટવાલ ગામ પહોંચ્યા હતા.

કાશ્મીર વિશે કહેવાય છે કે તે ધરતી પરનું સ્વર્ગ છે. તેની પ્રાકૃતિક સુંદરતા જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ શકે છે. પરંતુ આતંકવાદ અને અલગતાવાદે આખી ખીણને દાયકાઓ સુધી ગુલામ બનાવી દીધી હતી. જો કે ધીમે ધીમે ભારતીય જવાનોના બલિદાન અને બહાદુરીના કારણે હવે ઘાટીમાં શાંતિ છે. આ શાંતિના કારણે ત્યાં કંઈક એવું બન્યું જે ભાગલા પછી ક્યારેય બન્યું ન હતું.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છે તે મા શારદાનું મંદિર છે, જે POKથી માત્ર 500 મીટરના અંતરે કુપવાડાના ટીટવાલ ગામમાં આવેલું છે. આ મંદિરમાં આઝાદી પછી ક્યારેય પૂજા થઇ નથી.

આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે સદીઓ જૂનું છે. મા શારદાના આ મંદિરની ગણના દેશના 18 મહા શક્તિપીઠોમાં થાય છે. કાશ્મીરમાં જે રીતે પર્યટન ઝડપથી વધી રહ્યું છે તે જોતા લાગે છે કે આવનારા સમયમાં કુપવાડામાં પણ આ મંદિરના કારણે પર્યટન વધશે.

કાશ્મીર એક સમયે આધ્યાત્મિકતાની રાજધાની તરીકે જાણીતું હતું. અહીં દુનિયાભરના ઋષિઓનો મેળાવડો રહેતો હતો. આ જ કારણ છે કે અહીં અનેક ભવ્ય મંદિરો બનાવવામાં આવ્યા હતા. અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે શારદા મંદિર કુશાણ સામ્રાજ્યમાં પહેલી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

જો કે, હવે આ મંદિરો માત્ર ખંડેર બની ગયા છે. કટ્ટરપંથીઓએ અહીં હિંદુ મંદિરોનો ભારે વિનાશ કર્યો હતો. આજે પણ અનેક મંદિરો તુટેલી સ્થિતિમાં છે. જો કે ભારત સરકાર હવે ધીમે ધીમે મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી છે.

આ મંદિર હિંદુ દેવી મા શારદાને સમર્પિત છે, જે જ્ઞાન અને શાણપણની દેવી સરસ્વતીનો અવતાર માનવામાં આવે છે. દંતકથા અનુસાર, મંદિર મૂળ પાંડવો દ્વારા તેમના વનવાસ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે 8મી સદી દરમિયાન આ પ્રદેશ પર શાસન કરનારા રાજા લલિતાદિત્ય મુક્તપિડાએ પાછળથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp