- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ફાગણ વદ ચોથ
ગુરુવાર
1 એપ્રિલ 2021
પારસી રોજ 19
મુસ્લિમ રોજ 18
નક્ષત્ર: વિશાખા
યોગ: સિદ્ધિ
કરણ: કૌલવ
આજરોજ જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.
રાહુકાળ 14:15થી 15:47
આજે પંચક નથી.
મેષ: આજનો દિવસ આપના માટે નુકશાન કારક ન બની રહે તેની કાળજી રાખવા વાળો છે, વધુમાં અકસ્માતોથી સાચવવું.
વૃષભ: આજનો દિવસ આપના માટે દામ્પત્ય જીવન સંબંધી તેમજ ભાગીદારીના વ્યવહારોમાં વાદ-વિવાદથી દૂર રહેવાનો છે.
મિથુન: આજનો દિવસ વિરોધીઓથી સંભાળવાનો છે, પૈસાના વહેવારોમાં સાચવીને આગળ વધવું, નુકસાનીના યોગ બને.
કર્ક: આજનો દિવસ લોકો તમારી લાગણીનો દુરુપયોગ કરી જાય તેવો બને છે, જેથી માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.
સિંહ: આજનો સમય કામકાજમાં ખૂબ જ ધ્યાન રાખવાવાળો બને છે, સંબંધો બગડે નહીં તેની કાળજી રાખવી, કારીગર વર્ગનો પ્રશ્ન હેરાન કરે.
કન્યા: આજનો સમય આપના માટે ચાલી આવતા સામાન્ય વ્યવહારોમાં નવું કરવાનો બનતો નથી, કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયોને અમલમાં મુકવા નહીં.
તુલા: આજનો સમય આર્થિક દ્રષ્ટિથી નુકશાન વાળો તેમજ લોકોની નારાજગી વાળો બને છે, કોઈની પણ સાથે જીભાજોડીમાં ઊતરવું નહીં.
વૃશ્વિક: આજનો સમય આપને માનસિક સંતુલન જાળવી રાખવાનો છે, કોઇની નારાજગી વહોરી લેવી નહીં, દામ્પત્યજીવનમાં મધુરતા રાખવી.
ધન: આજનો સમય આપને નુકસાન જનક બની રહે, જેથી આર્થિક વ્યવહારો કાળજી રાખીને કરવા, રોકાણ વખતે વિશેષ કાળજી રાખવી.
મકર: આજનો સમય આપને આપના ઓળખીતા વ્યક્તિઓ તરફથી નુક્શાન વાળો બને છે, કોઈની આશા વગર જાત મહેનતે આગળ વધવું.
કુંભ: આજનો સમય આપને કામકાજમાં વધારે પડતું મેન્ટેનન્સ વાળો બને, સાથે કાર્ય કરતાં વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ કાર્ય કરવા.
મીન: આજના સમયમાં આપને મહેનતનું કોઈપણ વળતર મળે, તેવી સ્થિતિ દેખાતી નથી.
શાસ્ત્રી ડૉ.કર્દમ દવે
9825631777
Related Posts
Top News
IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!
Opinion
