
સાઉદી અરબે 2023માં હજની યાત્રા પહેલા ભારતીય મુસલમાનોને મોટા ગિફ્ટ આપી છે. સાઉદી અરબે ભારતની હજ યાત્રીઓની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભારત અને સાઉદી અરબની વચ્ચે થયેલા આ કરાર પ્રમાણે આ વર્ષે ભારતની 1,75,025 લોકો હજની યાત્રા કરી શકશે. આ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. આ પહેલા સાઉદી અરબે ભારતીયો માટે આટલા મોટા ક્વોટા ક્યારેય આરક્ષિત કર્યો નથી. ભારતથી સૌથી વધારે હજ યાત્રીઓ ઉત્તર પ્રદેશથી આવે છે.
અનુમાન પ્રમાણે આ વર્ષે આશરે 30 હજાર લોકો ઉત્તર પ્રદેશથી હજ યાત્રા પર જશે. કોરોના વાયરસ મહામારીની ચિંતાઓના કારમે લગાવવામાં આવેલી પાબંદીઓ ઓછી કરવા પછી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રાના આ વર્ષે મહામારી પૂર્વના સ્તર પર પહોંચવાની આશા છે. ઈસ્લામમાં હજ બધા સક્ષમ મુસલમાનો માટે જીવનમાં એક વખત આવશ્યક છે. આ દુનિયાના લોકોના સૌથી મોટા જમાવડામાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે. મહામારી પહેલા, હજ યાત્રા માટે દર વર્ષે ઈસ્લામમાં પવિત્ર માનવામાં આવેલા શહેર મક્કામાં લાખો લોકો આવતા હતા.
Haj 2023 - Countdown begins.
— India in Jeddah (@CGIJeddah) January 9, 2023
India signed Haj 2023 bilateral agreement today.
We thank the Kingdom for Haj quota of 1,75,025 to India and conveyed all support for the success of Haj 2023.@MOMAIndia @MEAIndia @smritiirani @IndianDiplomacy @haj_committee pic.twitter.com/d5hBxDNBQ9
વર્ષ 2019માં 24 લાખ લોકોએ વાર્ષિક યાત્રામાં ભાગ લીધો હતો. પરંતુ 2020માં મહામારીના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના લીધે સાઉદી અરબે હજયાત્રીઓની સંખ્યા માત્ર 1000 સુધી સીમિત કરી દીધી હતી. આ પગલું અભૂતપૂર્વ હતું કારણે 1918ની ફ્લુ મહામારી દરમિયાન પણ આવું કરવામાં આવ્યું ન હતું. ફ્લુ મહામારી દરમિયાન લાખોની સંખ્યામાં લોકોના મોત થયા હોવા છતાં તેને ચાલુ રાખવામાં આવી હતી.
વર્ષ 2021માં સાઉદી અરબે આશરે 60 હજાર નિવાસીઓને હજ યાત્રા માટે પરવાનગી આપી હતી. ગયા વર્ષે આશરે 10 લાખ લોકોએ વાર્ષિક ધાર્મિક યાત્રા કરી હતી. લાલ સાગરના બંદર શહેર જેદ્દામાં હજ અંગે સોમવારે રાતે એક સંમેલનમાં સાઉદી હજ અને ઉરમાહ મંત્રી તૌફીક બિન ફવજાન અલ-રબિયાએ પ્રતિબંધોને હટાવવાની જાહેરાત કરી છે. રાજ્ય દ્વારા સંચાલિતા સાઉદી પ્રેસ એજન્સીના કહેવા પ્રમાણે, અલ-રબિયાએ કહ્યું છે કે, હું આ બેઠકમાં તમારા માટે બે સારી ખબર લઈને આવ્યો છું.
પહેલું તીર્થયાત્રીઓની મહામારી પૂર્વેની સંખ્યા પાછી લાવી રહ્યા છે કોઈ પણ ઉંમરના ભેદભાવ વગર, બીજી દુનિયાભરના કોઈ પણ હજ મિશનને કોઈ પણ લાયસન્સ પ્રાપ્ત કંપનીના કરારની અનુમતિ આપવી,જે તે દેશના તીર્થયાત્રીઓની આવશ્યકતાઓને પૂરી કરતી હોય. હાલના વર્ષોમાં માત્ર 18 થી 65 વર્ષની ઉંમરના જ લોકોને સામેલ કરવામાં આવતા હતા. સાઉદી અરબે એ પણ સીમિત કરી દીધું હતું કે કંઈ પ્રાઈવેટ કંપનીઓ હજ માટે યાત્રાની વ્યવસ્થા કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp