
ભારતમાં મસ્જિદોમાં વગાડતા લાઉડસ્પિકર સામે વિવાદ થાય છે અને મિડલ ઇસ્ટના એક દેશે રમજાન મહિનામાં મસ્જિદોમાં લાઉડસ્પિકર ધીમેથી વગાડવા માટેનો આદેશ આપ્યો છે.
أصدر معالي وزير الشؤون الإسلامية د.#عبداللطيف_آل_الشيخ تعميمًا لكافة فروع الوزارة بضرورة تهيئة المساجد والجوامع لمايخدم المصلين، وذلك ضمن استعدادات الوزارة لاستقبال شهر #رمضان المبارك لهذا العام ١٤٤٤هـ. pic.twitter.com/9Q4x9CWWPE
— وزارة الشؤون الإسلامية 🇸🇦 (@Saudi_Moia) March 3, 2023
આગામી 22 માર્ચથી મુસ્લિમના પવિત્ર રમજાન માસની શરૂઆત થવાની ધારણા છે, રમજાન મહિનામાં મુસલમાનો રોજા રાખે છે,બંદગી કરે છે. હવે સાઉદી અરબે રમજાન મહિનામાં નિયમો અને પ્રતિબંધોનું એક ફરમાન જારી કર્યું છે. જેમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરોનો અવાજ સીમિત રાખવા,દાન પર રોક મુકવા અને મસ્જિદની અંદર નમાઝ પર પ્રસારણ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
સાઉદી અરબના ઇસ્લામિક બાબતોના મંત્રી શેખ અબ્દુલ લતીફ બિન અબ્દુલ અઝીઝે શુક્રવારે 10 સૂચનાઓ સાથેનો એક સર્ક્યુલર જારી કર્યો છે જેનો રહેવાસીઓએ રમજાનના પવિત્ર મહિનામાં આ સૂચનાનું પાલન કરવું પડશે.
મંત્રીએ બહાર પાડેલા સર્કયૂલરમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદોમાં નમાઝ અદા કરનારાઓ માટે ભોજનનું આયોજન કરવા માટે દાન એકત્રિત કરવા,મસ્જિદની અંદરના બદલે મસ્જિદના પ્રાંગણમાંના વિસ્તારોમાં રોજાના ભોજન તૈયાર કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ભોજન પણ ઇમામ એટલે કે જે ઇસ્લામી પુજા સેવાનું નેતૃત્વ કરતા હોય છે અને મુએઝીન એટલે કે એક અધિકારી કે જે મસ્જિદમાં દિવસમાં પાંચ વખત દૈનિક નમાઝ ની જાહેરાત કરે છે તેમની દેખરેખ હેઠળ તૈયાર થવું જોઈએ.
મંત્રાલયની સૂચનામાં એ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે કે આ બંને અધિકારી ઇમામ અને મુએઝીન ઇમરજન્સી સિવાય આખો મહિનો હાજર રહેશે. તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સાંજની નમાઝ તરબી અને રાત્રિની નમાઝ તહજ્જુદ પુરતા સમયે થાય,જેથી કરીને નમાઝીઓને અસુવિધા ન થાય અને રમઝાનના છેલ્લા દસ દિવસોમાં મસ્જિદમાં ઇતિકાફ અથવા એકાંતની ખાતરી થાય.<
મસ્જિદોની અંદર નમાઝ અને બંદગી કરનારા લોકો માટે ફોટોગ્રાફી અને કેમરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાળકોને પણ મસ્જિદની અંદર લાવવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મત્રાલયનું માનવું છે કે ફોટોગ્રાફી અને બાળકોને લાવવાને કારણે બંદગીમાં ખલેલ પડી શકે છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી જારી નિયમોમાં નમાઝ દરમિયાન લાઉડસ્પીકરોનો અવાજ ધીમો રાખવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયની સૂચનામાં મસ્જિદ વિશેના પુસ્તકો વાંચવા માટે નમાઝિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ વિવાદાસ્પદ પ્રતિબંધોએ વિશ્વભરના મુસ્લિમો તરફથી પ્રતિક્રિયા આવી છે, ઘણા વિવેચકોએ આને સાઉદી સરકાર દ્વારા લોકોના જીવનમાં ઇસ્લામના પ્રભાવને મર્યાદિત કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યું છે.
સાઉદીની ચેનલ અલ સૌદિયા સાથે એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂમં મંત્રાલયના પ્રવક્તાએ ચિંતા જાહેર કરતા કહ્યું કે, મંત્રાલય મસ્જિદાં રોજા ખોલવાથી નથી રોકી રહ્યું, બલ્કે એને વ્યવસ્થિત કરી રહ્યું છે, જેથી એક જવાબદાર વ્યકિત હાજર રહે અને એ વાત સુનિશ્ચિત કરે કે મસ્જિદની સ્વચ્છતા અને પવિત્રતા બનાવી રાખવામાં સુવિધા રહે.
મંત્રાલયના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે બંદગીના સમયે ફિલ્માંકન અને પ્રસારણ પરનો પ્રતિબંધનો હેતુ પ્લેટફોર્મને શોષણથી બચાવવાનો છે અને તે ઈમામ, ઉપદેશકો અથવા વ્યાખ્યાતાઓના અવિશ્વાસને કારણે જારી કરવામાં આવ્યો ન હતો, પરંતુ કોઈપણ ભૂલોને ટાળવા માટે, ખાસ કરીને જો તે અજાણતાં થયેલી ભૂલો માટે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp