વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, લારીઓમાં તોડફોડ. જુઓ વીડિયો

ગુરુવારે રામનવમીના પવિત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે વડોદરામાં નિકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને લારીઓની તોડફોડની ઘટનાને કારણે માહોલ ડહોળાયો છે. ધાર્મિક યાત્રા દરમિયાન પથ્થરમારો થવાને કારણે બજારોની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ વડોદરાના ફતેપુરામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્રારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિંદુ સંગઠનોના કાર્યકરો બાઇક પર નિકળ્યા હતા અને વાજતે ગાજતે શોભાયાત્રા ફતેપુરાના પાંજરીગર વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો જેને કારણે દોડધામ થઇ ગઇ હતી.

લારીઓની તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે વાતનું વેતસર થાય તે પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કંટ્રોલમાં કરી લીધી હતી.

વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારી રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પસાર થઇ હતી ત્યારે પાંજરીગર વિસ્તારમાંથી કાંકરીચાળો કરવામાં આવ્યો હતો અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. VHP નેતાઓએ ચિમકી આપતા કહ્યું હતું કે જો અમારી સંસ્થાના કોઇ પણ કાર્યકરની ધરપકડ કરવામાં આવશે તો વડોદરાને ભડકે બાળીશું.

વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રીનો તહેવાર અને તેની સાથે રમઝાન માસની ઉજવણી પણ ચાલી રહી છે ત્યારે પોલીસે બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી અને શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. એ પછી પોલીસે રાત્રે ફુટ પેટ્રોલિંગ પણ કર્યુ હતું. છતા ગુરુવારે જ્યારે રામનવમીની શોભાયાત્રા નિકળી તો પથ્થરમારા થવાનો બનાવ બન્યો.

જો કે સારી વાત એ છે કે પોલીસે સમયસર મામલો સંભાળી લીધો છે અને કોમી છમકલું થતા અટકાવી દીધું છે. જો કે રામનમવીની શોભાયાત્રા પર પથ્થરામારાની વાત વાયુવેગે પ્રસરી જતા વડોદરામાં ટેન્શનનો માહોલ ઉભો થયો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.