શનિદેવની પ્રતિમાએ આંખો ખોલી હોવાનો દાવો, પુજારીએ કહ્યું, અનહોનીનો સંકેત

PC: naidunia.com

મધ્ય પ્રદેશના મુરૈનામાં એંતી પર્વત પર બનેલા શનિદેવના મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શનિદેવની પ્રતિમાએ આંખો ખોલી. મંદિરના પુજારીએ કહ્યુ કે આ ઘટના મારી સામે આવી નથી, પરંતુ જો આવું ખરેખર થયું હશે તો એ અપ્રિય ઘટનાનો સંકેત છે.

શનિદેવના દર્શન કરવા ગયેલો એક પોલીસ કર્મી જ્યારે મોબાઇલથી વીડિયો બનાવી રહ્યો હતો તે વખતે આ દ્રશ્ય કેપ્ચર થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં હાજર અન્ય તમામ ભક્તો આ દ્રશ્ય જોઈ શક્યા ન હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ગ્વાલિયરની પોલીસ લાઇનમાં તૈનાત કોન્સ્ટેબલ અશોક પરિહાર 31 ડિસેમ્બરે ગ્વાલિયર નજીક  એંતી પર્વત પર સ્થિત શનિ મંદિરના દર્શન કરવા પહોંચ્યો હતો.અશોક પરિહાર છેલ્લા 10 વર્ષથી શનિદેવના દર્શન કરવા મંદિરે જાય છે. 31 ડિસેમ્બરે જ્યારે તે મંદિરમાં શનિદેવની મૂર્તિના દર્શન કરતી વખતે મોબાઈલથી વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે અશોક મોબાઇલ પર વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે શનિદેવની પ્રતિમાએ આંખો ખોલી હતી.

આ વિશે  અશોક પરિહરે કહ્યું કે તેને શનિદેવમાં ઉંડી શ્રધ્ધા છે. તેનું કહેવું છે કે શનિદેવે તેને આ રીતે દર્શન આપ્યા તેને કારણે પોતાની જાતને નસીબદાર માને છે. તેણે આ ઘટનાને શનિદેવના ચમત્કાર તરીકે બતાવી. અશોક પરિહારે જે દાવો કર્યો છે, તેમાં કેટલી સચ્ચાઇ છે, એ વાતની અમે પૃષ્ટિ નથી કરી શકતા, પરંતુ આ વીડિયો અત્યારે શ્રધ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, એ હકીકત છે.

શનિ મંદિરમાં રહેતા મહંત શિવ રામદાસ મહારાજે કહ્યું કે, તેમણે ઘણા ચમત્કારો જોયા છે, પરંતુ મંદિરમાં શનિદેવની પ્રતિમા આંખ ખોલે તેવો ચમત્કાર ક્યારેય જોયો નથી.તેમણે કહ્યું કે શનિદેવની આંખોના દર્શન કયારેય થતા નથી. જો કેમેરામાં કોઇ કારીગરી ન કરવામાં આવી હોય અને જો ખરેખર શનિદેવે આંખો ખોલી હોય તો તે કોઈ અપ્રિય ઘટનાનો સંકેત હોઈ શકે છે. તેમણે કહ્યું કે જો આવું થયું હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. જો શનિ ગુસ્સે થઈ જાય તો દુનિયામાં કોઈ શનિથી બચી શકતું નથી. આપણા પુરાણોમાં શનિદેવની આંખો જોવાની મનાઈ છે. જ્યાં શનિ ખુલ્લી આંખે જુએ છે, ત્યાં વિનાશ થાય છે.

 આમ તો દેશમાં શનિદેવના અનેક આવા ચમત્કારિક ધામ છે, જેના દર્શન કરવા માત્રથી ભક્તોના કષ્ટ દુર થતા હોય છે. આવા જ એક મંદિરોમાંનું એક છે મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલું શનિ ધામ. એવી માન્યતા છે કે અહીં બિરાજમાન શનિદેવની પ્રતિમાંનું  નિર્માણ આકાશમાંથી પડેલા ઉલ્કાપીંડથી થયું હતું. એવું કહેવામાં આવે છે કે આ દેશનું સૌથી પ્રાચીન મંદિર છે જેની સ્થાપના ત્રેતા યુગમાં થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp