નાણા મંત્રીએ બજેટમાં જે સપ્તઋષિનો ઉલ્લેખ કર્યો હતો, જાણો તેમના વિશે

PC: .fortuneindia.com

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું તેમાં સપ્તઋષિ નો ઉલ્લેખ કર્યો હતો. સપ્તઋષિનો સંબંધ આ બજેટ સાથે છે એમ તેમણે કહ્યું હતું. નાણા મંત્રાએ કહ્યું હતું કે આ બજેટની 7 પ્રાથમિકતા છે. આ સપ્તર્ષિઓ છે, સમાવેશી વિકાસ,  અંતિમ સીમા સુધી પહોંચવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ,ક્ષમતાનો અનુભવ, હરિયાળી વૃદ્ધિ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્ર. ચાલો જાણીએ કે તેમને સપ્તઋષિઓ કેમ કહેવામાં આવે છે અને સનાતન ધર્મમાં પણ સપ્તઋષિઓનું શું મહત્વ છે.

પ્રાચીન કાળમાં 7 ઋષિઓનું એક ગ્રુપ હતુ જેને સપ્તઋષિઓ કહેવામાં આવતા હતા. આ ઋષિઓ પર બ્રભાંડમાં સંતુલન બનાવી રાખવા અને માનવ જાતિને યોગ્ય રાહ બતાવવાની જવાબદારી હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે આજે પણ આ સપ્તઋષિઓ આજે પણ તેમના કામમાં લાગેલા છે. રાત્રે આકાશમાં દેખાતા એક તારા મંડળને પણ સપ્તઋષિ તારા મંડળ નામ આપવામાં આવ્યું છે. વેદોમાં જે 7ઋષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ઋષિ કશ્યપ, ઋષિ ભારદ્રાજ, ઋષિ ગૌતમ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ જમદગ્નિ, ઋષિ વશિષ્ઠ અને ઋષિ અત્રિના નામનો ઉલ્લેખ છે. વેદોમાં આ સાતેય ઋષિઓને વૈદિક ધર્મના સંરક્ષક માનવામાં આવે છે.

RISHI KASHYAP

કશ્યપ ઋષિને 17 પત્નીઓ હતી.  તેમની અદિતી નામની પત્નીથી બધા દેવતાઓ અને પત્ની દિતિમાંથી રાક્ષસો ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાકીની પત્નીઓમાંથી પણ વિવિધ જીવો ઉત્પન્ન થયા છે. બીજા ઋષિ અત્રિ છે. પુરાણો અનુસાર, શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ત્રેતાયુગમાં વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમમાં રહ્યા હતા જેમની પત્ની અનસૂયા માતા હતી. તેમના પુત્ર ભગવાન દત્રાતેય હતા. ત્રીજા ઋષિ ભારદ્વાજ છે જેમણે આયુર્વેદ સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી. તેમના પુત્ર દ્રોણાચાર્ય હતા.

RISHI VISHAMITRA

ચોથા ઋષિ વિશ્વામિત્ર છે જેમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી.પાંચમા ઋષિ ગૌતમ છે જેમની પત્ની અહલ્યા હતી. તેમણે અહલ્યાને શ્રાપ આપ્યો અને તેને પથ્થર બનાવી દીધી હતી. ભગવાન શ્રી રામની કૃપાથી અહલ્યાએ તેનું સ્વરૂપ પાછું મેળવ્યું હતું. છઠ્ઠા ઋષિ જમદગ્નિ છે જેમના પુત્ર પરશુરામ હતા. સાતમા ઋષિ વશિષ્ઠ રાજા દશરથના ચારેય પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નના ગુરુ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp