ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં શા માટે મોરપીંછ હોય છે

PC: bigcommerce.com

ભગવાન કૃષ્ણ હંમેશા તેમના મુગટમાં મોરપીંછને સજાવીને રાખે છે, મોરપીંછને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે, ભગવાન કૃષ્ણ માટે તેમના મુગટમાં હંમેશા પહેલા મોરપંખ ધારણ કરે છે. આજે અમે તમને જણાવિશુ કે શા માટે ભગવાન કૃષ્ણએ તેમના મુગટમાં મોરપીંછને સ્થાન આપ્યું છે. મોરના પીંછાને ભગવાન શ્રીકૃષ્ણ તેમના મુગટમાં સ્થાન શા માટે તેની પાછળ કેટલીક માન્યતાઓ પણ છે. એક માન્યતા એવી છે કે, આખા સંસારમાં મોર એક જ એવું પ્રાણી છે કે, જે પોતાના જીવનમાં હંમેશા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણે મોરપીંછને તેમના મુગટમાં સ્થાન આપ્યુ છે.

બીજી એક માન્યતા એવી છે કે, રાધાજીનો મહેલ હતો ત્યાં ઘણા મોરલા હતા અને ભગવાન કૃષ્ણ જ્યારે મોરલી વગાડતા ત્યારે રાધાજી નૃત્ય કરતા હતા અને રાધાજીની સાથે-સાથે ભગવાન કૃષ્ણની ભક્તિમાં રાધાજીના મહેલમાં રહેલા તમામ મોર પણ ઝુમી ઉઠતા હતા. એક વાર એક મોર જ્યારે ભગવાન કૃષ્ણની ભક્તિમાં નૃત્ય કરતો હતો તે સમયે મોરનું એક પીંછું જમીન પર પડ્યું હતું. તેથી ભગવાને મોરના પીંછાને ઉપાડીને રાધાજીનાં પ્રેમના પ્રતિકના રૂપમાં તેમના મુગટમાં ધારણ કર્યું હતું.

બીજી એક એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા મિત્ર અને શત્રુ બંનેને તેમના મનમાં એક સમાન રાખતા હતા એટલા માટે તેઓએ તેમના મસ્તક પર મોરપીંછ ધારણ કર્યું હતું. હવે તમને એમ નવાઇ લાગતી હશે કે મિત્ર અને શત્રુને એક સમાન રાખવાનું સાથે મોરપીંછને શું સંબંધ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામ શેષનાગના અવતાર હતા અને તમને ખબર જ હશે કે નાગ અને મોર વચ્ચે ભયંકર શત્રુતા હોય છે. તેથી તેઓ પોતાના ભાઈ બલરામને જેટલો પ્રેમ કરતાં હતા એટલો જ પ્રેમ મોરને કરતા હોવાથી તેઓએ મોર પંખને પોતાના મુગટમાં લગાવીને બધા પ્રત્યે સમાન ભાવના રાખવાનો સંદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp