આ મંત્રનો જાપ કરીને પૂજા કરશો તો તમારા પર થશે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા

આ સમયમાં પૈસાની જરુયાત નહીં હોય તેવા ઘણા ઓછા લોકો હશે પરંતુ મોટા ભાગના લોકોને મહેનત કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભગવાન સમક્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાથના કરતા હોય છે. એવું પણ કહેવમાં આવે છે કે, ઘરમાં સુખ અને સમુધ્દ્ધી માટે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે તો ઘરનો માહોલ ખૂશીમય અને સકારાત્મક રહે છે.
આજે અમે તમને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટેના જ્યોતિષ શાસ્ત્રોમાં દર્શાવેલા કેટલાક એવા મંત્રોની માહિતી આપીશું કે આ મંત્રોનો નિયમિત રીતે સવાર, બપોર અને સાંજના સમયે 108 વખત જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર અવશ્ય થશે.
લક્ષ્મીમંત્ર
ઓમ ધનાય નમ:
ઓમ ધનાય નમો નમ:
ઓમ લક્ષ્મી નમ:
ઓમ લક્ષ્મી નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ:
ઓમ નારાયણ નમ:
ઓમ પ્રાપ્તાય નમ:
ઓમ પ્રાપ્તાય નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ
કેવી રીતે કરશો માતાજીની પૂજા
લક્ષ્મીજીની ઉપાસના લાલ કલરના કપડા પહેરીને કરવાથી ધનની પ્રપ્તિ થાય છે. લક્ષ્મીજીનું ધ્યાન ધરતા સમયે લાલ રંગના કંબલના આસન પર બેસવું. માતાજીની પૂજા કરતા સમયે લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળ કાકડીની માળા ચઢવો અને તેની સાથે-સાથે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાત મંત્રનો જાપ 108 વાર કરવો. પૂજા કરતા સમયે મતાજીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો અને પૂજા પૂર્ણ થયા પછી માતાજીનો પ્રસાદ લો અને અન્ય વ્યક્તિઓને પણ પ્રસાદ આપો.
ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને પ્રજ્વલિત કરીને તે દીવાથી આરતી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવશે અને તેની સાથે-સાથે જીવન પણ વૈભવશાળી બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp