- Astro and Religion
- 350-400 વર્ષ પહેલા મુસલમાનો અને આપણા પૂર્વજો એક જ હતા, અત્યારે જે મુસલમાનો છે...
350-400 વર્ષ પહેલા મુસલમાનો અને આપણા પૂર્વજો એક જ હતા, અત્યારે જે મુસલમાનો છે...
યોગ ગુરુ સ્વામી બાબા રામદેવે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના લહરમાં તેમણે કહ્યું કે આપણા હિંદુ અને મુસ્લિમોના પૂર્વજો એક જ છે. એટલું જ નહીં, તેમણે ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને પણ પોતાના કુળના હોવાનું કહ્યું. બાબા રામદેવે આ દરમિયાન રાજનીતિ વિશે પણ વાત કરી હતી. રામદેવ એક કથામાં ભાગ લેવા ગયા ત્યારે આ નિવેદન આપ્યું હતું.

બાબા રામદેવ ભિંડ જિલ્લાના લહાર પાસે આલમપુરમાં કથાકાર ચિન્મયાનંદ બાપુની કથામાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુઓ અને મુસલમાનોના પૂર્વજો એક હોવાનું કહ્યું હતું. કથાના મંચ પરથી સ્વામી રામદેવે કહ્યુ કે, જ્યારે હું અહીં આવ્યો ત્યારે અનેક મુસલમાન મને પ્રણામ કરતા નજરે પડ્યા હતા. તેમણે આગળ કહ્યુ કે, 350-400 વર્ષ પહેલાં મુસલમાનો અને આપણા પૂર્વજો એક જ હતા. અત્યારે જે મુસલમાનો છે તે અત્યારના મુસલમાનો છે. 99 ટકા મુસલમાન ઔરંગઝેબ પછી બન્યા હતા.
બાબા રામદેવે એ પણ યાદ કરાવ્યું હતું કે, જો કોઇ મુસલમાન વધારે અકડ બતાવે તો તેમને કહેતો કે પોતાના લોહીને પહેલા યાદ કરી લો, અમારી સામે ઘુરકવાની જરૂર નથી આપણે એક જ છીએ. રામદેવે કહ્યું કે, તેઓ માને કે ન માને, પરંતુ અમે તો માનીએ જ છીએ કે તેઓ અપણા પૂર્વજોની સંતાનો છે. સમયની સાથે તેમની પુજા પધ્ધિતમાં બદલાવ આવી શકે, પરંતુ પૂર્વજો અલગ ન થઇ શકે.

બાબા રામદેવે માત્રા મુસલમાનો વિશે જ વાત નહોતી કરી. તેમણે ખ્રિસ્તીઓ વિશે પણ વાત કરી હતી. બાબાએ કહ્યું કે, અહીં કોઇ ખ્રિસ્તી વેટિકન સિટી કે યુરોપથી આવ્યું છે શું? તેમનામાં પણ આપણા જેવું જ લોહી વહે છે, ચામડીનો રંગ પણ એક જ છે. તેઓ પણ આપણા જ વંશજો છે. તેમણે કહ્યું કે જે ખ્રિસ્તી કે મુસલમાન ભારતમાં રહ્યા છે તેઓ બધા આપણા જ છે.

બાબા રામદેવે કહ્યુ કે જે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે, સત્તા પણ તેની પાસે જ હોવી જોઇએ. આ પ્રસંગે તેમણે રાજકારણની પણ વાત કરી દીધી હતી. કથાના મંચ પરથી ભાજપના એક સ્થાનિક નેતાને જીતાડવા માટે પણ સ્વામી રામદેવે અપીલ કરી હતી. જો કે આ પહેલાં તેમણે એમ પણ કહ્યુ હતું કે લોકો મને ભાજપનો સમર્થક કહે છે, પરંતુ હું કોઇ પાર્ટી સાથે જોડાયેલો નથી.

