નવા વર્ષે લોન્ચ થશે આ એડવાન્સ સ્કૂટર્સ, જાણો ફીચર્સ અને કિંમત

ભારત દુનિયાનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ છે. દિગ્ગજ ઓટોમોબાઈકલ કંપનીઓ ઈન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી પોતાનો બિઝમેસ વધારવા માંગે છે. તે માટે ઘણી બધી મોટા ટુ-વ્હીલર કંપનીઓ 2018માં નવા અને વધારે પાવરફુલ સ્કુટર્સ લઈને આવવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં 150CC થી લઈને 300 CC સુધીની ગાડીઓ બજારમાં આવી શકે છે. તો ચાલો જોઈ લઈએ કંઈ કંઈ કંપનીઓ માર્કેટમાં આવી રહી છે.

Hero Dare: Hero Motorcorpનું નવું સ્કુટર Hero Dare 125cc 2018માં માર્કેટમાં આવવાનું છે. આ સ્કુટરમાં કંપનીએ એયર કુલ્ડ, ફોર-સ્ટ્રોક એન્જિન આપ્યું છે, જે 9.11 bhp અને 9.5nmનો ટોર્ક જનરેટ કરે છે. Heroના આ નવા સ્કુટરમાં ડે લાઈટ લેમ્પની સાથે LED લેમ્પ આપવામાં આવ્યો છે, તેની સાથે ડ્યુઅલ ટોન બોડી કલર, એલાય વ્હીલ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ પણ આપવામાં આવ્યું છે. માર્કેટમાં આ ગાડીની કિંમત 60000 રૂ. સુધીની હશે.

Honda PCX 150: Honda પોતાનું નવું સ્કુટર PCX 150 નવા વર્ષમાં લોન્ચ કરવાની છે. કંપનીએ આ સ્કુટરને 2014ના ઓટો એક્સ્પોમાં જાહેર કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સ્કુટરને પહેલા લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ સ્કુટરમાં 150cc સિંગલ સિલીન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 11hp પાવરની સાથે 14 Nm ટોર્ક જનરેટ કરે છે. માર્કેટમાં સ્કુટરની કિંમત 90000 રૂ. આસપાસ હશે.

TVS 125 Or 150cc Scooter: ટુ-વ્હીલરના ક્ષેત્રમાં TVSની Jupitarએ સારી પકડ બનાવી રાખી છએ. આ સ્કુટરે Honda Activa ને માર્કેટમાં સારી ટક્કર આપી છે. 2018માં કંપની પોતાનું નવું સ્કુટર 125 Or 150cc લોન્ચ કરવા જઈ રહી છે. ગાડીની કિંમત અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Aprilia SR Motard 125: Piaggioની Aprilia SR 150 સ્કુટર ભારતીય બજારમાં પહેલેથી વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉમ્મીદ છે કે 2018માં કંપની આ સ્કુટરને 125cc સાથે લોન્ચ કરશે. સ્કુટરમાં એયર કુલ્ડ, સિંગલ સિલીન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 8 hp પાવર અને 11 Nm ટોર્ક જનરેટ કરે છે. ગાડીની કિંમત 65,000ની આસપાસ થશે.

Vespa GTS 300: 2018માં Vespaનું આગામી સ્કુટર Vespa GTS 300 માર્કેટમાં લોન્ચ કરવાનું છે. આ એક ઈમ્પોર્ટેડ સ્કુટર હશે. જેની કિંમત 4 લાખ રૂ. હોઈ શકે છે. આ કંપનની સૌથી મોંઘી સ્કુટર હશે. આ સ્કુટરમાં 278ccનું સિંગ સિલીન્ડર લિક્વીડ કુલ્ડ એન્જીન વાપરવામાં આવ્યું છે, જે 21 hpનો પાવર અને 22 Nmનો ટોર્ક જનરેટ કરશે.


 

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.