Video: અમે અડધો કલાક લાઈનમાં હતા, સુશીલ મોદી આવ્યા અને વોટ નાખી ગયા, શું કરવાના

On

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણ માટે મતદાન થઇ રહ્યું છે. મંગળવારે પટનામાં સવારે સવારે રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ મતદાન કરવા પહોંચ્યા, તેમણે તરત મત પણ નાખી દીધો. પણ ત્યાં મોજૂદ લોકો મંત્રીજીને મળેલી VIP ટ્રીટમેન્ટથી ખફા જોવા મળ્યા.

વાત એ છે કે, પટનાના સેંટ જોસેફ હાઈ સ્કૂલમાં સુશીલ કુમાર મોદીએ પોતાનો મત આપ્યો. અહીં સવારે 7 વાગ્યે વોટિંગ શરૂ થઇ ગયું હતું. પ લોકો સવારે 6.30 વાગ્યાના લાઈનમાં ઊભા રહી ગયા હતા. પણ જ્યારે સુશીલ મોદી આવ્યા તો તેઓ સીધા વોટ નાખવા માટે જતા રહ્યા.

VIP ટ્રીટમેન્ટ મળવાથી ખફા થયા લોકો

આ દરમિયાન લાઈનમાં ઊભા રહેલા એક ડૉક્ટરે કહ્યું કે, અમે લોકો ખાસ્સા લાંબા સમયથી લાઇનમાં ઊભા છે, પણ શું કરીશું...આ VIP સિન્ડ્રોમ છે. અહીં પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ થઇ રહ્યું નથી. લાઈનમાં ઊભા રહેલા અન્ય વોટરોએ કહ્યું કે, અમે લોકો સવારે 6.30 વાગ્યાના લાઈનમાં ઊભા છે, પણ સુશીલ મોદી જી તો વીઆઈપી છે. હવે નેતા આવ્યા છે, માત્ર પબ્લિક માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ છે અને માસ્ક-સેનેટાઈઝર છે.

મત આપ્યા પછી શું બોલ્યા ડેપ્યુટી CM

અહીં મતદાન કર્યા પછી સુશીલ મોદીએ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું, આજે ચૂંટણીનો દિવસ છે, એવામાં આજે કોઈ રાજકારણની વાત થશે નહીં. હું દરેક મતદાતાઓને અપીલ કરું છું કે કોરોનાથી ડરે નહીં, પ્રથમ ચરણમાં ભારે મતદાન થયું છે. એવામાં બીજા ચરણમાં પણ આવું થવું જોઇએ.

જોકે, જ્યારે સુશીલ કુમાર મોદીને જ્યારે તેમને મળેલી વીઆઈપી ટ્રીટમેન્ટ પર સવાલ પૂછવામાં આવ્યો તો કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ આગળ જતા રહ્યા.

ચિરાગ પાસવાને લાઈનમાં ઊભા રહી આપ્યો વોટ

એક તરફ જ્યાં પટનામાં લોકોએ સુશીલ કુમાર મોદીને આપવામાં આવેલી વીઆઈપી ટ્રીટમેન્ટની ફરિયાદ કરી. તો રાઘોપુરમાં લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પણ પોતાનું મતદાન કર્યું. આ દરમિયાન ચિરાગ પાસવાન ખાસ્સા સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા અને સામાન્ય નાગરિકો સાથે ચર્ચા કરી. ત્યાર પછી તેમણે વોટ આપ્યો. ચિરાગે વોટ આપ્યા પછી કહ્યું કે ત્રણેય ચરણની વોટિંગ જરૂરી છે. સામાન્ય નાગરિકોમાં ખાસ્સો ઉત્સાહ છે અને અમારા ઉમેદવારો પણ ખાસ્સા ઉત્સાહિત છે.

તમને જણાવી દઇએ કે, બિહારમાં મંગળવારે કુલ 17 જિલ્લાની 94 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. બીજા ચરણની આ લડાઇમાં ઘણી સીટો પર ભાજપા અને RJDની વચ્ચે સીધી ફાઈટ છે. પહેલા ચરણ માટે 28 ઓક્ટોબરના રોજ મતદાન થઇ ગયું છે. જ્યારે ત્રીજા ચરણ માટે 7 નવેમ્બરના રોજ મતદાન થશે.

Related Posts

Top News

શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

મહારાષ્ટ્રના ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરના પંજાબ અને હરિયાણાના ઘઉંમાં સેલેનિયમની વધુ માત્રાને કારણે વાળ ખરવાનું કારણ બતાવવાના દાવા પર પ્રતિક્રિયા આપતા...
National 
શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

પાન માવા ખાઈને ગમે ત્યાં થૂંકતા લોકોને શું સલાહ આપશો?

(UTKARSH PATEL) ગુજરાતની સંસ્કૃતિમાં ઉષ્મા, મહેમાનગતિ અને પરંપરાઓનું અનેરું સ્થાન રહ્યું છે. પરંતુ કેટલીક લતો/આદતો એવી છે જે આપણી...
પાન માવા ખાઈને ગમે ત્યાં થૂંકતા લોકોને શું સલાહ આપશો?

શેરબજાર સતત પાંચમા મહિને ઘટ્યું, રૂ. 85 લાખ કરોડનું નુકસાન, 28 વર્ષમાં આવું ક્યારેય નથી બન્યું

ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ શેરબજારમાં ઘટાડો થયો છે. શેરબજારમાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે. 1996માં ઔપચારિક શરૂઆત...
Business 
શેરબજાર સતત પાંચમા મહિને ઘટ્યું, રૂ. 85 લાખ કરોડનું નુકસાન, 28 વર્ષમાં આવું ક્યારેય નથી બન્યું

સુરત મેટ્રો રેલ કામથી ત્રાહિમામ છો તો તમારા નગરસેવક પાસે ઉકેલ માંગો

સુરત મેટ્રો રેલનું ખોદકામથી શહેર ધૂળધાણી થઈ ગયેલું જણાય છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત શહેરના ટ્રાફિકની સમસ્યા હળવી કરવા...
Opinion 
સુરત મેટ્રો રેલ કામથી ત્રાહિમામ છો તો તમારા નગરસેવક પાસે ઉકેલ માંગો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati