આટલી આવક પર લાગશે 10% ટેક્સ, બજેટ પહેલા જાણી લો અપડેટ

PC: timesnownews.com

મોદી સરકારનો આ બીજો કાર્યકાળ છે. પહેલો કાર્યકાળ વર્ષ 2014મા શરૂ થયો હતો. તે દરમિયાન સત્તામાં આવતાની સાથે જ સરકારે કરદાતાઓને ખૂબ મોટા સારા સમાચાર આપ્યા હતા. સરકારે ઇન્કમ ટેક્સ ફ્રી લિમિટને (Income tax basic exemption limit) 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરી હતી. પરંતુ, એ પછી છેલ્લા 9 વર્ષમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ, વર્ષ 2023મા મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે. એવામાં અર્થશાસ્ત્રીથી લઈને નાણાકીય નિષ્ણાતો સુધી દરેક માની રહ્યા છે કે, ટેક્સ ફ્રી લિમિટ વધશે. બજેટ 2023 થોડા દિવસોમાં જ રજૂ થવાનું છે.

મોદી સરકાર તરફથી લોકસભા ચૂંટણી 2024ના પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. જ્યારે આ બજેટમાં, મોદી સરકાર તરફથી ઘણી જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ મધ્યમ વર્ગના લોકોને પણ આ વખતના બજેટમાં ટેક્સમાં છૂટ મળવાની આશા છે. જો કે, બજેટ પહેલા અમે તમને જણાવવાના છે કે હાલમાં કયા સ્લેબ હેઠળ ઈન્કમ પર ટેક્સ આપવામાં આવે છે.

આવક વેરો

હાલમાં ભારતમાં કર વ્યવસ્થાઓ હેઠળ આવકવેરો આપવામાં આવે છે. જેમાં એકનું નામ છે ઓલ્ડ ટેક્સ રેજીમ (Old Tax Regime) અને બીજાનું નામ છે ન્યુ ટેક્સ રેજીમ (New Tax Regime). આ બંને વ્યવસ્થાઓમાં અલગ-અલગ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો, આ નાણાકીય વર્ષમાં, અલગ-અલગ આવક પર 5 ટકાથી 30 ટકા સુધી ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે, તેમાં 10 ટકા ટેક્સને લઈને એક મહત્વપૂર્ણ વાત છે જે લોકોએ જાણી લેવી જોઈએ.

ઇન્કમ ટેક્સ સ્લેબ

ખરેખર, જો કોઈ વ્યક્તિ New Tax Regime મુજબ ટેક્સ ફાઇલ કરે છે અને તેની આવક વાર્ષિક 5 લાખ રૂપિયાથી લઈને 7.5 લાખ રૂપિયા છે તો તેણે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ Old Tax Regimeમાં આવું નથી. ખરેખર, Old Tax Regimeમાં 10 ટકા ટેક્સની કોઈ જોગવાઈ જ નથી.

ટેક્સ સ્લેબ

જો કોઈ વ્યક્તિ Old Tax Regime મુજબ ટેક્સ ફાઈલ કરે છે, તો તેમાં 10 ટકા ટેક્સ સ્લેબ જ નથી. નાણાકીય વર્ષ 2022-23મા, જો કોઈ વ્યક્તિગત રીતે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે તે ટેક્સ ફાઇલ કરે છે તો તેણે 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે, 5 લાખથી 10 લાખ રૂપિયા વાર્ષિક આવક પર તેણે 20ટકા ટેક્સ ચૂકવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp