
નાણાં મંત્રી નિર્મલા સીતારમમે બુધવારે સંસદમાં વર્ષ 2023-24નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ મોદી સરકારાના બીજા કાર્યકાળનું અંતિમ અને પૂર્ણ બજેટ હતું. એવામાં નિર્મલા સીતારમણે ટેક્સમાં ઘટાડા સહિતની અનેક મોટી જાહેરાતો કરી હતી. હવે 7 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ટેક્સ નહીં લાગશે. નાણાં મંત્રીએ સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી. બજેટમાં મહિલા સન્માન પત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. ઉપરાંત, ખેડુતો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પણ સારી જાહેરાત કરવામાં આવી. આ બજેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આ બજેટ ગરીબ, ખેડુત અને મધ્યમ વર્ગ બધાના સપના પુરાં કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રના વિકાસનું કેન્દ્ર બનાવશે. સરકારે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજના બનાવી છે. નવી પ્રાથમિક સહકારી મંડળીઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ બજેટમાં જાહેર કરવામાં આવી છે.
PM મોદીએ કહ્યું કે, વર્ષ 2014ની સરખામણીએ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ પર 400 ટકાથી વધારેની વૃદ્ધિ કરવામાં આવી છે. આ વખતે ઇન્ફ્ર્રાસ્ટ્રકચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાનો માટે રોજગારી અને એક મોટી વસ્તી માટે આવકનું નવું અવસર પેદા થશે.
તેમણે કહ્યું કે, આજે જ્યારે બાજરી વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે ત્યારે સૌથી મોટો ફાયદો ભારતના નાના ખેડૂતોના નસીબમાં છે. હવે આ સુપર ફૂડને શ્રી અન્ન નામથી નવી ઓળખ આપવામાં આવી છે. શ્રી અન્ન આપણા નાના ખેડૂતો અને ખેતી કરતા આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક શક્તિ પ્રદાન કરશે.
પ્રધાનમં6 મોદીએ કહ્યું કે, આ બજેટ આજનો આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, ખેડુત, મધ્યમ વર્ગ બધાના સપના પુરાં કરશે. દેશ આ બજેટમાં પહેલી વાર અનેક પ્રોત્સાહક યોજના લઇને આવ્યું છે. આવા લોકો મોટા ટ્રેનિંગ, ટેક્નોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
PM વિકાસ આપણા કરોડો વિશ્વકર્માઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ગામડાથી શહેર સુધી રહેતી આપણી મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે, હવે તેમને વધુ તાકાત સાથે આગળ વધારવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp