
નાણા મંત્રી નિર્મલા સીતારમને સામાન્ય બજેટ 2023માં પગારદારો માટે ટેક્સ સ્લેબમાં બદલાવની સાથોસાથ મોટી ટેક્સ રાહતની જાહેરાત કરી દીધી છે. હવે 7 લાખ સુધી કોઈ ટેક્સ આપવો નહીં પડશે. આ ઉપરાંત, જૂના 7 ટેક્સ સ્લેબને ઘટાડીને હવે 5 કરી દેવામાં આવ્યા છે. જોકે, નવી ટેક્સ વ્યવસ્થામાં એક ઝોલ છે. 7 લાખ સુધીની આવક સુધી તો ટેક્સ નથી આપવાનો પરંતુ, ત્યારબાદની રકમને લઈને ગફલત છે. નાણા મંત્રીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગશે. પરંતુ, તેમણે જૂની ટેક્સ વ્યવસ્થાને પણ લાગૂ રાખી છે.
નાણા મંત્રીએ કહ્યું કે, હજુ સુધી જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાં 5 લાખ સુધી ટેક્સ નથી આપવાનો. નાણા મંત્રીએ કહ્યું કે, નવી ટેક્સ વ્યવસ્થામાં આ છૂટને 5 લાખથી વધારીને 7 લાખ સુધી કરવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ શૂન્ય ટેક્સ આપવાનો રહેશે. નાણા મંત્રીએ આ સાથે જ જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ બદલાવની જાહેરાત કરી દીધી છે. જૂની ટેક્સ વ્યવસ્થામાં 2.5 લાખની છૂટને વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી. બીજી તરફ, હવે નવી ટેક્સ વ્યવસ્થા જ બાઈ ડિફોલ્ટ ઈન્કમ ટેક્સ ભરતી વખતે તમારી સામે આવશે. જોકે, ટેક્સ પેયર્સને એ છૂટ હશે કે તે જૂની ટેક્સ વ્યવસ્થા પણ પસંદ કરી શકે છે. આ સાથે જ નાણા મંત્રીએ ઈન્કમ ટેક્સના 7 સ્લેબને ઘટાડીને 5 કરી દીધા છે. પરંતુ, અહીં તમને જણાવી દઈએ કે, નવી ટેક્સ વ્યવસ્થામાં તમે 80C અંતર્ગત મળનારી છૂટનો લાભ ના લઈ શકો.
નવો ટેક્સ સ્લેબ
7 લાખ સુધીની આવક પર ટોઈ ટેક્સ નથી
7 લાખ કરતા વધુ આવક માટે ટેક્સ સ્ટ્રક્ચર
ઈન્કમ |
ટેક્સ |
0-3 લાખ |
કોઈ ટેક્સ નહીં |
3-6 |
5% |
6-9 |
10% |
9-12 |
15% |
12-15 |
20% |
15 લાખથી ઉપર |
30% |
હવે સમજો સમીકરણ
નવી ટેક્સ વ્યવસ્થામાં જેની આવક 7 લાખ રૂપિયા સુધી છે તેમણે કોઈ ટેક્સ નહીં આપવો પડશે. પરંતુ, જો તમારી આવક 7 લાખ રૂપિયા કરતા એક રૂપિયો પણ વધુ છે તો તમારે 3 લાખ સુધી તો કોઈ ટેક્સ નથી આપવાનો. પછી ત્યારબાદ બાકી 4 લાખ રૂપિયા પર તમારે 5 ટકા ટેક્સ આપવો પડશે. એટલે કે તમે પહેલાવાળા ટેક્સ સ્લેબમાં આવી જશો. તેને આ રીતે સમજો. 7 લાખ કરતા વધુ આવક થઈ તો તમારે 6 લાખ સુધી 15 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. એટલે કે તમે 5 ટકા ટેક્સ બ્રેકેટમાં આવશો. પછી 9 લાખ સુધી તમારી આવક છે તો તમારે 45 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. 12 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિએ 90 હજાર ટેક્સ આપવો પડશે. 15 લાખ કરતા વધુ આવક છે તો 1.50 લાખ ટેક્સ આપવો પડશે. 15 લાખ કરતા વધુ આવક છે તો 1.5 લાખ ઉપરાંત, બાકીની આવકના 30% ટેક્સ આપવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp