શેર બજારમાં આજે લોકોના 1 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા, સેન્સેક્સ નિફ્ટી લાલ નિશાનમાં

PC: moneycontrol.com

ભારતીય શેર બજાર ગુરુવારે એટલે કે, 19મી જાન્યુઆરીના રોજ કડાકા સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું 30 શેર વાળું ઇન્ડેક્સ સેન્સેક્સ જ્યાં 187.31 પોઇન્ટ કે 0.31 ટકા તુટીને 60858.43 પોઇન્ટ પર બંધ આવ્યું. આજના કારોબારમાં સૌથી વધારે કડાકો FMCG, મેટલ, ઓટો શેરોમાં જોવા મળ્યો હતો. જ્યારે, ફાર્મા, એનર્જી શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. જોકે, PSU, સરકારી બેન્કો સાથે જોડાયેલા શેરો ગ્રીન નીશાનમાં રહ્યા. આ કડાકા દરમિયાન શેર બજારમાં આજે રોકાણકારોને લગભગ 1.09 લાખ કરોડ રૂપિયાનો લોસ થયો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગુરુવારે એટલે કે, 19મી જાન્યુઆરીના રોજ ઘટીને 281.66 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું, જે તેના આગળના કારોબારી દિવસ એટલે કે, બુધવારે 18મી જાન્યુઆરીના રોજ 282.75 લાખ કરોડ રૂપિયા પર હતું. આ રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 1.09 લાખ કરોડ રૂપિયાનો કડાકો આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની વેલ્થ આજે 1.09 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ છે.

સેન્સેક્સના 30માંથી ફક્ત 10 શેરોમાં જ આજે તેજી જોવા મળી હતી. પાવર ગ્રિડના શેરોમાં સૌથી વધારે 0.80 ટકાની તેજી જોવા મળી. ત્યાર બાદ ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટોબ્રોમાં સૌથી વધારે તેજી જોવા મળી અને તે લગભગ 0.24 ટકાથી લઇને 0.73 ટકાના ઉછાળા સાથે બંધ આવ્યા.

જ્યારે, સેન્સેક્સના 7 શેરો આજે કડાકા સાથે બંધ આવ્યા છે. તેમાં પણ એશિયન પેન્ટ્સમાં 3.09 ટકાનો સૌથી વધારે કડાકો જોવા મળ્યો. તે સિવાય ટાટા મોટર્સ, ઇન્ડસિન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને હિંદુસ્તાન યુનિલિવર આજે 1.56 ટકાથી લઇને 1.90 ટકા સુધીના કડાકા સાથે બંધ થયા.

નબળા સેન્ટિમેન્ટના કારણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તેજીની સરખામણીમાં કડાકા સાથે બંધ થનારા શેરોની સંખ્યા વધારે રહી. એક્સચેન્જ પર આજે કુલ 3626 શેરોમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તેમાંથી 1591 શેર આજે તેજી સાથે બંધ આવ્યા. જ્યારે, 1914 શેરોમાં કડાકો જોવા મળ્યો. જ્યારે, 121 શેરો ફ્લેટ બંધ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp