1 લાખ રૂપિયાના શેર હવે થઈ ગયા 50 કરોડ રૂપિયાના, રોકાણકારોની થઈ ચાંદી

PC: economictimesofindiatimes.com

શેર માર્કેટમાં રોકાણની સાથે ધૈર્યની પણ ઘણી આવશ્યકતા હોય છે. જો તમે ફન્ડામેન્ટલ જોઈને કોઈ કંપની પર દાવ લગાડ્યો છે તો તે સ્ટોક સારું રિટર્ન આપે છે. લાર્જ કેપ કંપની SRF લિમિટેડ તે શેયર્સમાંથી એક છે, જેણે લોંગ ટર્મમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. કંપનીએ હજુ ગયા વર્ષે જ પોઝીશનલ રોકાણકારોને બોનસ પણ આપ્યું છે. શુક્રવારે કંપનીના શેર માર્કેટમાં 2.30 ટકાના ઘટાડા સાથે 2604.90 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો.

કંપનીના શેરનો ભાવ 1 જાન્યુઆરી 1999ના રોજ 2.06 રૂપિયા હતો. મતલબ છેલ્લા 23 વર્ષ દરમિયાન SRD લિમિટેડના શેયર્સના ભાવમાં 126351.46 ટકાનો વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ, જે કોઈ પણ રોકાણકારે 1 જાન્યુઆરી 1999ના એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તેનું રિટર્ન 2021ની શરૂઆતમાં વધીને 5.74 કરોડ રૂપિયા થઈ ગયું હતું. પરંતુ બોનસ શેર ઈશ્યુ થયા પછી પોઝીશનલ રોકાણકારોના શેયર્સની સંખ્યા 48543 થી 4 ગણી વધીને 194172 શેર થઈ ગઈ છે.

આ બોનસથી અચાનક આખી તસ્વીર બદલાઈ ગઈ છે. હવે એક લાખનું રોકાણ 50.57 કરોડ રૂપિયા થઈ ગયું છે. મતલબ જેણે 1999માં એક લાખ રૂપિયા રોક્યા હશે તેમનું રિટર્ન વધીને 50 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. SRF લિમિટેડ ફ્લોરોકેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ, ફિલ્મસ પેકેજીંગ, ટેક્નીકલ ટેક્સટાઈલનો બિઝનેસ કરે છે. કંપનીની હાજરી ભારત સહિત 75 દેશોમાં છે. જેમાં થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા અને હંગેરી જેવા દેશોમાં પણ સામેલ છે. જણાવી દઈએ કંપનીનું માર્કેટ કેપ 77159.38 કરોડ રૂપિયાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp