શેરબજારમાં 1000 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

PC: india.com

ગુરુવારે રામનવમીના તહેવારને કારણે શેરબજારો બંધ હતા, પરંતુ શુક્રવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ધમાકેદાર તેજી જોવા મળી હતી. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ શુક્રવારે 1000 પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે બંધ રહ્યો હતો.31 માર્ચ નાણાંકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં લાલચોળ તેજી જોવા મળી હતી. શેરબજારની તેજીને કારણે રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી થઇ છે. નિફ્ટીમાં 264 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજાર માટે ચાલું નાણાકીય વર્ષનો અંતિમ દિવસ શુક્રવારે ખુશીનો રહ્યો. લાંબા સમય પથી શેરબજારમાં તેજીનો ધમધમાટ જોવા મળ્યો. બધા સેકટરના શેરોમાં લાવ લાવને કારણે બજારે સડસડાટ ઉપર તરફ છલાંગ લગાવી હતી. BSE સેન્સેક્સ શુક્રવારે 1031.43 પોઇન્ટના ઉછાળે 58,991.52 પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એકસ્ચેન્જનો નિફ્ટી 264.70 પોઇન્ટ વધીને 17.345.40 પર બંધ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક મહિનાથી શેરબજાર ડાઉન ડાઉન રહ્યા પછી તેજીનો ચમકારો જોવા મળવાને કારણે રોકાણકારોના ચહેરા પર ખુશીનો ચળકાટ જોવા મળ્યો છે.

શુક્રવારે શેરબજારમાં જોવા મળેલા તેજીને કારણે રોકાણકોની સંપત્તિમાં એક જ દિવસમાં 4 લાખ કરોડનો બમ્પર ઉછાળો આવ્યો છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2.54 લાખ કરોડ રૂપિયા હતું જે બજાર બંધ થવાના સમયે 2.58 લાખ કરોડ થઇ ગયું હતુ.

BSE સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાં 26 શેરો વધવા તરફી રહ્યા હતા જ્યારે 4 શેરોમાં ડાઉન સાઇન હતી. સૌથી વધારે તેજી રિલાયન્સના શેરમાં જોવા મળી. રિલાયન્સનો ભાવ 4.19 ટકા વધીને 2229 પર બંધ રહ્યો હતો.

શેરબજારની તેજીમાં અદાણી ગ્રુપના શેરનો મોટો ફાયદો થયો છે. અદાણી ગ્રુપની કંપનીના બધા 10 શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ 2.24 ટકા જ્યારે અદાણી વિલ્મર અને NDTVના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અમેરિકાના શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 141 પોઇન્ટ વધ્યો હતો. નાસ્ડેકમાં 117 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.

જો કે આમ જોવા જઇએ તો ભારતીય શેરબજારમાં તેજીનો પાયો 29 માર્ચ, બુધવારે નંખાયો. એ પછી 30 માર્ચે રામનવમીને કારણે શેરબજાર બંધ હતું અને 31 માર્ચે તેજી જોવા મળી. 29 માર્ચે બુધવારે BSE સેન્સેક્સ 346 પોઇન્ટ અને નિફ્ટી 129 પોઇન્ટ વધ્યા હતા.

બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) નેટ બાયર્સ રહ્યા હતા. NSEના ડેટા મુજબ FIIએ 1245.39 કરોડ રૂપિયાની અને DIIએ 822.29 કરોડ રૂપિયાના શેરો ખરીદ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp