26th January selfie contest

21 અબજોપતિઓ પાસે 70 કરોડ ભારતીયો કરતા વધુ સંપત્તિ છે: ઓક્સફેમ ઈન્ડિયાનો રિપોર્ટ

PC: amarujala.com

ઓક્સફેમ ઈન્ડિયાના એક નવા અહેવાલ મુજબ સૌથી અમીર 21 ભારતીય અબજોપતિઓ પાસે 70 કરોડ ભારતીયો કરતાં વધુ સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીની શરૂઆતથી લઈને ગત વર્ષે નવેમ્બર સુધી ભારતમાં અબજોપતિઓની સંપત્તિમાં 121%નો વધારો જોવા મળ્યો છે અથવા વાસ્તવિક રીતે જોઈએ તો પ્રતિદિન 3,608 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ઓક્સફેમ ઈન્ડિયાના નવા રિપોર્ટ 'સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટઃ ધ ઈન્ડિયા સ્ટોરી' અનુસાર, જ્યારે 2021માં માત્ર 5% ભારતીયો પાસે દેશની કુલ સંપત્તિના 62% કરતા વધુની માલિકી હતી, જ્યારે નીચેના 50% લોકો પાસે માત્ર 3% પૈસા હતા.

રિપોર્ટ અનુસાર, ભારતમાં સૌથી ધનિક 1 ટકા લોકો હવે દેશની કુલ સંપત્તિના 40 ટકાથી વધુની માલિકી ધરાવે છે, જ્યારે બાકીની અડધી વસ્તી માત્ર 3 ટકા જ ધરાવે છે.

રિપોર્ટના તારણો સોમવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 થઈ ગઈ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, 'ભારતના 100 સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ 660 બિલિયન ડૉલર (રૂ. 54.12 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે, એક એવી રકમ, જે 18 મહિનાથી વધુ સમય માટે સમગ્ર કેન્દ્રીય બજેટને ભંડોળ પૂરું પાડી શકે છે.'

વધુ વિશ્લેષણથી ખબર પડે છે કે, જો ભારતના અબજોપતિઓ પર તેમની સંપૂર્ણ સંપત્તિ પર 2%ના દરે એક વખત ટેક્સ લગાવવામાં આવે તો તે આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષિત વસ્તીને ખવડાવવા માટે રૂ. 40,423 કરોડની જરૂરિયાત પૂરી કરશે.

આને ધ્યાનમાં રાખીને ઓક્સફેમ ઈન્ડિયાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને આગામી કેન્દ્રીય બજેટમાં પ્રોપર્ટી ટેક્સ માટે 'પ્રગતિશીલ કર પગલાં' રજૂ કરવા હાકલ કરી છે.

Oxfam Indiaના CEO અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, 'ગરીબ અમીરો કરતાં અપ્રમાણસર રીતે વધુ ટેક્સ ચૂકવે છે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર વધુ ખર્ચ કરે છે. સમય આવી ગયો છે કે, ધનવાનો પર ટેક્સ લગાવવામાં આવે અને તેઓ તેમના વાજબી હિસ્સાની ચૂકવણી કરે તે સુનિશ્ચિત કરે. અમે નાણાં પ્રધાનને વેલ્થ ટેક્સ અને વારસાગત કર જેવા પ્રગતિશીલ કર પગલાં અમલમાં મૂકવા વિનંતી કરીએ છીએ, જે અસમાનતાનો સામનો કરવામાં ઐતિહાસિક રીતે અસરકારક સાબિત થયા છે.'

અહેવાલમાં વિશાળ અસમાનતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, કારણ કે તે જણાવે છે કે, 2012 થી 2021 સુધીમાં, ભારતમાં માત્ર 1% વસ્તીએ બનાવેલી સંપત્તિમાંથી 40% ભાગ ચાલ્યો ગયો છે, અને 50% વસ્તી પાસે માત્ર 3% પૈસા ગયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર અમીરો કરતાં ગરીબો અને મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ નાંખી રહી છે. વર્ષ 2021-22માં કુલ 14.83 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 64% GST વસ્તીના 50% લોકો દ્વારા જમા કરવામાં આવ્યા છે.

અનુમાન ને ઉલ્લેખીને, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 33% GST મધ્યમ વર્ગના 40% માંથી આવે છે અને ટોચના 10% પાસેથી માત્ર 3% આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp