5 દિવસ ઓફિસ જવાનો ટ્રેન્ડ ખતમ થશે, હાઈબ્રિડ રહેશે દેશનું ભવિષ્યઃ હર્ષ ગોયન્કા

PC: businesstoday.com

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ હાલમાં જ દેશમાં પ્રોડક્ટિવિટી વધારવાને લઇ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વાત કહી હતી. આ કડીમાં નારાયણ મૂર્તિના આ નિવેદન પર RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયનકાની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ યોગનકાએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા એક પોસ્ટમાં નારાયણ મૂર્તિના આ નિવેદનથી અલગ પોતાની વાત રજૂ કરી છે. તેઓ પોતાની લેટેસ્ટ પોસ્ટની સાથે લખે છે કે, હાઈબ્રિડ વર્ક જ દેશનું વર્તમાન અને ભવિષ્ય રહેશે. એટલું જ નહીં, 5 દિવસ ઓફિસ જવાનો ટ્રેન્ડ પણ સમયની સાથે ખતમ થઇ જશે.

નવો ટ્રેન્ડ રહેશે ગેમ ચેન્જર

ગોયનકાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, વર્તમાનમાં લોકો પોતાના કામના 33 ટકા સમય રિમોટલી એટલે કે ઓફિસ ગયા વિના જ કરે છે. 5 દિવસ ઓફિસ જવાનો ટ્રેન્ડ ખતમ થઇ જશે અને તે ગેમ ચેન્જર સાબિત થશે. કામમાં ફ્લેક્સિબિલિટી એટલી જ જરૂરી છે જેટલી કે 8 ટકાની વૃદ્ધિ. આપણે જે વસ્તુને સૌથી વધારે મહત્વ આપીએ છીએ તે કામમાં ફ્લેક્સિબિલિટી અને રોજ ઓફિસ જવાનું સ્કિપ કરવાનું છે.

તે પોતાની વાતને આગળ વધારતા કહે છે કે, ઓફિસ અને રિમોટ વર્કની સાથે હાઈબ્રિડ રીત જ વર્તમાન અને ભવિષ્ય છે. 50 થી 70 કલાક કામ કરવું તમારી પોતાની મહત્વકાંક્ષાઓ અને હેતુઓને લઇને જ થઇ શકે છે. બદલાવને સ્વીકારો અને કામની નવી રીતને અપનાવો. ઓફિસ અને ઘરની વચ્ચે મનપસંદ રીતને શોધો. તમારા કામકાજના જીવનમાં વાસ્તવમાં શું અગત્યનું છે તેવી વસ્તુઓને વધુ પ્રાથમિકતા આપો.

નારાયણ મૂર્તિએ કહી હતી આ વાત

થોડા દિવસ પહેલા નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, ભારતની પ્રોડક્ટિવિટી દુનિયામાં સૌથી ઓછી છે. બીજા દેશો સાથે પ્રતિસ્પર્ધા માટે ભારતે પોતાનામાં સુધારો કરવાની જરૂર છે. ભારતમાં લોકોએ 50 થી 70 કલાક કામ કરવાની જરૂર છે. તેની સાથે જ દેશનો વિકાસ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp