5 દરવાજાવાળી 'જિમ્ની' લોન્ચ, જાણો કિંમત અને ખાસ ફિચર્સ

PC: zigwheels.com

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે બુધવારે તેની શક્તિશાળી ઑફ-રોડ SUV મારુતિ 'જિમ્ની' લૉન્ચ કરી છે. વાહનોના શોખીનો ઘણા સમયથી 5 દરવાજાવાળી આ મારુતિ 'જિમ્ની'ની રાહ જોઈ રહ્યા છે.

BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગ દરમિયાન કંપનીએ આ કારની કિંમત અને ફીચર્સ જાહેર કર્યા છે. મારુતિ જિમ્નીની પ્રારંભિક કિંમત રૂ. 12.74 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 15.05 લાખ નક્કી કરવામાં આવી છે.

તમને આ કાર 7 કલર ઓપ્શનમાં મળશે. બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ, બ્લુઈશ બ્લેક રૂફ સાથે કાઈનેટિક યલો, બ્લુઈશ બ્લેક, નેક્સા બ્લુ, ગ્રેનાઈટ ગ્રે, સિઝલિંગ રેડ અને પર્લ આર્કટિક વ્હાઇટ.

મારુતિ સુઝુકી વૈશ્વિક સ્તરે 3 ડોર મોડલ વેચે છે. તેણે પહેલીવાર 5 ડોર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. મારુતિએ આ 5 ડોર કારને વિકસાવવા માટે 960 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મારુતિ સુઝુકીએ વિશ્વના 199 દેશો અને અન્ય પ્રદેશોમાં 'જિમ્ની'ના 3.2 મિલિયન યુનિટ્સનું વેચાણ કર્યું છે. કંપનીને આશા છે કે SUV સેગમેન્ટમાં ટોચનું સ્થાન હાંસલ કરવા માટે બ્રેઝા, ફ્રેન્ક્સ અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મોડલની સાથે 'જિમ્ની' ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

મારુતિ 'જિમ્ની'ની ખાસિયતો વિશે વાત કરીએ તો, મારુતિની આ SUVમાં 1.5 લિટર K15B પેટ્રોલ એન્જિન છે જે 150PSનો પાવર અને 134Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવી છે.

આમાં તમને ચાર સીટો મળશે. આ SUVમાં રિક્લાઈનિંગ ફ્રન્ટ સીટ આપવામાં આવી છે. આ સાથે, લંબચોરસ ડેશબોર્ડ, ગોળાકાર AC વેન્ટ્સ, રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ, સ્ટિયરિંગ-માઉન્ટેડ નિયંત્રણો ઉપલબ્ધ હશે. કારમાં Apple CarPlay અને Android Auto સાથે 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.

મારુતિ જિમ્નીનો બોલ્ડ લુક લોકોને પસંદ આવી રહ્યો છે. કારની સાઈઝની વાત કરીએ તો તેની લંબાઈ 3,985 MM અને ઊંચાઈ 1,720 MM છે. બીજી તરફ, જ્યારે તેના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત આવે છે, ત્યારે તે 210 MM છે, જ્યારે તેનો વ્હીલબેઝ 2,590 MM છે, જે મહિન્દ્રાના થાર કરતાં વધુ છે.

જિમ્નીના વિવિધ વેરિયન્ટની કિંમતઃ Zeta MT વેરિઅન્ટની કિંમત રૂ.12.74 લાખ, Zeta AT વેરિયન્ટની કિંમત રૂ.13.94 લાખ, Alpha MT મોડલની કિંમત રૂ.13.69 લાખ, Alpha AT મોડલની કિંમત રૂ.14.89 લાખ, Alpha MT ડ્યુઅલ ટોન વેરિયન્ટની કિંમત રૂ.13.85 લાખ, Alpha ATના ડ્યુઅલ ટોન મોડલની કિંમત રૂ. 15.05 લાખ છે (તમામ કારની એક્સ-શોરૂમ કિંમત છે.)

મારુતિ સુઝુકીએ મારુતિ જિમ્નીને Zeta અને Alpha વેરિયન્ટ્સમાં 6 વેરિએશન સાથે લૉન્ચ કરી છે. અત્યાર સુધીમાં કંપનીને આ કાર માટે 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગ દરમિયાન જણાવ્યું છે કે, મારુતિના નેક્સા શોરૂમમાંથી આ કારની ડિલિવરી આજથી જ શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp