5G સ્પીડ: 0.8 સેકન્ડમાં 2GB મૂવી ડાઉનલોડ કરવાનો ખોટો દાવો, થયો 209 કરોડનો દંડ

PC: pulsenews.co.kr

કેટલાક નિર્ણયો આવનારા સમય માટે ઉદાહરણ બની જાય છે. આવો જ એક મામલો દક્ષિણ કોરિયામાં સામે આવ્યો છે, જ્યાં 5G અંગે ખોટા દાવા કરવા બદલ એક ટેલિકોમ કંપની પર 209 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા 5G સ્પીડને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ દાવાઓની સત્યતા કંઈક અલગ જ નીકળતી હોય છે. પરંતુ દક્ષિણ કોરિયામાં આમ કરવું ટેલિકોમ કંપનીઓને ભારે પડી ગયું છે. જેના કારણે દક્ષિણ કોરિયાની ત્રણ કંપનીઓને 33.6 બિલિયન વોન એટલે કે લગભગ 209 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાના એન્ટ્રીટ્રસ્ટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, કંપનીએ ત્રણ મોબાઈલ સેવા પ્રદાતાઓને દંડ ફટકાર્યો છે, કારણ કે આ કંપનીઓ દ્વારા 5Gની સ્પીડને લઈને એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં 5G સ્પીડ અંગેના ખોટા દાવાઓ કરવાના આરોપો છે. આ દંડ SK ટેલિકોમ, KT કોર્પોરેશન અને LG પ્લસ કંપનીઓ પર લગાવવામાં આવ્યો છે. ફેર ટ્રેડ કમિશન (FTC) મુજબ, Uplusએ તેની 5G નેટવર્ક સેવાની અતિશયોક્તિભરી રજૂઆત કરી હતી. મીડિયાના સૂત્રોએ કહ્યું કે, ત્રણ મોબાઈલ કંપનીઓએ યુઝર્સને છેતરીને તેમની સર્વિસની સ્પીડ અંગે ખોટી માહિતી આપી છે.

SK ટેલિકોમ અને KT દાવો કરે છે કે તેમનું 5G નેટવર્ક 0.8 સેકન્ડમાં 2GB મૂવી ડાઉનલોડ કરી શકે છે. ઉપરાંત, LG Uplusએ દાવો કર્યો છે કે, તેને 2.5GBની ફાઈલ ટ્રાન્સમિટ કરવામાં એક સેકન્ડ લાગી છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, વાસ્તવમાં તે આવું કરી શક્ય ન હતા. ત્રણ મોબાઇલ કેરિયર્સે ચકાસાયેલ પરીક્ષણના પરિણામો સબમિટ કર્યા વિના દક્ષિણ કોરિયામાં પોતાને સૌથી ઝડપી 5G સેવા પ્રદાતા તરીકે સ્થાપિત કર્યા છે.

ત્રણેય કંપનીઓની સરેરાશ 5G ડાઉનલોડિંગ સ્પીડ 656 અને 801 Mbpsની વચ્ચે છે, જે 20gbps કરતાં ઓછી છે. જે 20Gbpsના માત્ર 3 થી 4 ટકા જેટલી જ સ્પીડ ધરાવે છે, અહીં તમને તમને જણાવી દઈએ કે આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો દંડ છે. અગાઉ વર્ષ 2017માં, ફોક્સવેગનને કારમાં ખોટા ઉત્સર્જન ધોરણોની માહિતી આપવા બદલ 33.7 બિલિયન વોન એટલે કે લગભગ 210 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયન મોબાઇલ સર્વિસ માર્કેટમાં SK ટેલિકોમનો 39.4 ટકા હિસ્સો છે, ત્યારબાદ KT 22.4 ટકા સાથે અને LG Uplus 20.8 ટકા હિસ્સો ધરાવે છે. FTCએ SK Telecomને 16.8 બિલિયન વૉન, KT 13.9 બિલિયન વૉન અને LG Uplus 2.8 બિલિયન વૉનનો દંડ કરવાની યોજના બનાવી છે.

જ્યારે, SK ટેલિકોમે FTCના આ નિર્ણય પર ખેદ વ્યક્ત કર્યો છે. KT અને LG Uplus બંને એ પોતાના નિવેદનો બહાર પાડીને કહ્યું હતું કે, તેઓ FTC પાસેથી આ વિષય સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત કર્યા પછી તેના નિર્ણયની સમીક્ષા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp