3 વર્ષમાં 6 ગણું વળતર, ગુજરાતની આ કંપની તમને માલામાલ કરી દેશે

ગુજરાતની એક કંપનીએ રોકાણકારોને તગડું વળતર આપ્યું છે.15 મે 2020ના દિવસે આ કંપનીના શેરનો ભાવ 2 રૂપિયા હતો જે હવે 6 ગણો વધી ગયો છે.રાજકોટની આ કંપની કોટન યાર્નના  ઉત્પાદન સાથે સંકળાયેલી છે.3 વર્ષમાં 2 રૂપિયાતી 12 રૂપિયા સુધી પહોંચ્યો છે.

ગુજરાત હાઇ સ્પિન લિમિટેડના શેરના ભાવમાં 11 ટકાની તેજી જોવા મળી છે અને શેરનો ભાવ 12.19 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુજરાત હાઇ સ્પિન લિમિટેડના શેરનો ભાવ 5 દિવસમાં 11 રૂપિયાથી વધીને 12.19 રૂપિયા સુધી પહોંચ્યો છે. 3 વર્ષ પહેલાં માત્ર 2 રૂપિયાનો ભાવ હતો, એ રીતે રોકાણકારોને 6 ગણું વળતર મળ્યું છે. જાણકારોનું કહેવું છે કે આ કંપનીમાં રોકાણ ફાયદાકારક રહી શકે છે.

લગભગ 20.42 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી ગુજરાત હાઇ સ્પિન લિમિટેડ તેના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે. સપ્ટેમ્બર 2022 પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સિંગાપોરની વિદેશી સંસ્થાકીય રોકાણકાર એનવી કેપિટલ BCCએ માઇક્રો કેપ કંપની ગુજરાત હાઇસ્પિન લિમિટેડના 1.10 લાખ શેરો ખરીદ્યા છે.

BSEની વેબસાઇટ પર ઉપલબ્ધ બલ્ક ડીલની જાણકારી મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારે આ કંપનીના શેરો 11.40 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. ગુજરાત હાઇ સ્પિન લિમિટેડના શેરોની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.

ગુજરાત હાઇ સ્પિન લિમિટેડના શેરના 52 સપ્તાહની વધઘટની વાત કરીએ તો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 25.69 રૂપિયા છે, જ્યારે સૌથી નીચો ભાવ 10 રૂપિયા છે.ગુરુવારે BSEમાં આ સ્ટોકના 30000 શેરોનો ટ્રેડ થયો હતો.

ગુજરાત હાઈ સ્પિન લિમિટેડે ગયા નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં પુરા થતા ત્રિમાસિક પરિણામમાં તેની રૂ. 3.38 કરોડની આવક વિશે માહિતી આપી છે. ગુજરાત હાઈ સ્પિન લિમિટેડનો શેર છેલ્લા 6 મહિનામાં ₹10 થી 21.90 ટકા વધીને 12.19 રૂપિયા પર પહોંચ્યો છે.છેલ્લા 1 વર્ષમાં ગુજરાત હાઈ સ્પિન લિમિટેડના શેરમાં 11 ટકાનો વધારો થયો છે.

ગુજરાત હાઇ સ્પિન લિમિટેડ એ રાજકોટમાં આવેલી કંપની છે અને કોટન યાર્ન મેન્યુફેચરીંગના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીએ કોટન ગાંસડી, કપાસના બીજ અને વોશ ઓઇલના વેપાર સાથે શરૂઆત કરી અને 2013 માં મુખ્યત્વે સ્થાનિક બજારમાં અને થર્ડ પાર્ટી નિકાસમાં કોટન યાર્નના ઉત્પાદન તરફ વળી.

નોંધ: માત્ર માહિતી આપવા ખાતર આ સમાચાર લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા રોકાણ સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.