શેરબજારમાં 796 પોઇન્ટનો તોતિંગ કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ધોવાયા

મંગળવારે ગણેશ ચતુર્થીની રજા બાદ આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. આ ઘટાડો ખુલતાની સાથે આગળ વધ્યો હતો. હેવીવેઇટ શેર્સમાં ઓલરાઉન્ડ વેચવાલીને કારણે BSE સેન્સેક્સ 796.00 પોઈન્ટના તોતિંગ કડાકા સાથે 66,800.84 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 6 ગ્રોનમાં હતા અને 24 મોટા ઘટાડાની સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેંકના શેરમા ભારે ગાબડાં પડ્યા હતા. શેરબજારમાં એક જ દિવસમાં રોકાણાકારોના 3 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા.

બુધવારે શેરબજારમાં HDFC બેન્કનો શેર 3.84 ટકા ઘટીને રૂ. 1565.50 પર બંધ થયો. રિલાયન્સના શેરમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. નિફ્ટી 50 પણ ઉંધા માથે પટકાયો હતો.

બજાર બંધ સમયે નિફ્ટી 50 222.85 પોઈન્ટ ઘટીને 19,910.45 પર બંધ રહ્યો હતો. બજારમાં જોરદાર વેચવાલીથી આજે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. રોકાણકારોએ એક જ દિવસમાં લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા. હકીકતમાં, જ્યારે 18 સપ્ટેમ્બરે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.23 લાખ કરોડ હતું. તે જ સમયે, બજારમાં આજે મોટા ઘટાડાને કારણે, લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3.20 લાખ કરોડ થઈ ગયું છે. આ રીતે એક જ દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બુધવારે બજારમાં અચાનક કડાકો કેમ બોલી ગયો? બજારના જાણકારોનું કહેવું છે કે US બોન્ડ યીલ્ડ 16 વર્ષની ટોચે પહોંચી ગયું છે. આ સિવાય ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે કોમોડિટી ફુગાવો વધવાની ભીતિથી પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. પોલિસી રેટ અંગેના નિર્ણય પહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને વિશ્વના વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોના સાવચેતીભર્યા વલણને કારણે બજાર નરમ પડ્યું હતું.

બજારના જાણકારોનું કહેવું છે કે આ સપ્તાહમાં અમેરિકી ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઇંગ્લેંડ અને બેંક ઓફ જાપાનની બેઠક થવાની છે. એ પહેલાં સાવચેતીના પગલાં રૂપે બજારમાં ભારે વેચવાલી નિકળી હતી.

BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાં સૌથી વધારે ઘટાડો HDFC બેંકમાં જોવા મળ્યો હતો. ઉપરાંત JSW સ્ટીલ, રિલાયન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, મારુતિ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટોબ્રોમાં ગાબડાં પડ્યા હતા.બીજી તરફ પાવર ગ્રિડ, એશિયન પેઇન્ટસ, સન ફાર્મા NTPC, ITC અને ઇન્ફોસિસ સામેલ છે.

એશિયાના અન્ય સ્ટોક માર્કેટની વાત કરીએ જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઇ કમ્પોઝીટ ઇન્ડેક્સ અને હોંગકોંગના હેંગસેંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સાઉથ કોરિયોનો કોસ્પી વધવા તરફી રહ્યો હતો.

ભારતીય શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે 1236.51 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.