ટોપ 10માંથી 8 કંપનીઓના માર્કેટ કેપ વધ્યા, રિલાયન્સ ટોપ પર પણ અદાણી...

ગયા કારોબારી સપ્તાહમાં દેશની ટોપ 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે. દેશની ટોપ 8 કંપનીઓએ પોતાના માર્કેટ કેપમાં કુલ 126579.48 કરોડ રૂપિયા જોડ્યા છે. તેમાંથી સૌથી વધારે ફાયદો રિલાયન્સ અને હિંદુસ્તાન યુનિલિવરને પહોંચ્યો છે. જ્યારે દેશની બે કંપનીઓ ITC અને ઇન્ફોસિસ બન્નેના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે અદાણીની કંપનીઓને ઝટકો લાગ્યો છે. જ્યારથી હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો છે, તેના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થતો રહ્યો છે.

ગયા કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 973.61 પોઇન્ટ એટલે કે, 1.59 ટકાના ઉછાળા સાથે બંધ આવ્યું. જ્યારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કંસલ્ટન્સી સર્વિસીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC અને ભરતી એરટેલને ફાયદો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્કેટ કેપમાં 28956.79 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ તેનું માર્કેટ કેપ 1680644.12 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, હિંદુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ 28759 કરોડ રૂપિયા વધીને 616391.77 કરોડ રૂપિયા થઇ ગયું છે.

HDFC બેન્કનું માર્કેટ કેપ 23590.05 કરોડ રૂપિયા વધીને 931095.12 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝનું માર્કેટ કેપ 5697.33 કરોડ રૂપિયા વધીને 1197881.94 કરોડ રૂપિયા થઇ ગયું છે. HDFCનું માર્કેટ કેપ 13893.03 કરોડ રૂપિયા વધીને 509434.44 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ICICI બેન્કનું માર્કેટ કેપ 11946.89 કરોડ રૂપિયા વધીને 659479.70 કરોડ રૂપિયા થઇ ગયું છે. ભારતી એરટેલનું માર્કેટ કેપ 2174.58 કરોડ રૂપિયા વધીને 441327.80 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું માર્કેટ કેપ 1561.81 કરોડ રૂપિયા વધીને 515931.82 કરોડ રૂપિયા રહી ગયું છે.

જ્યાં, 8 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે તો બે કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધારે નુકસાન ITCને થયું છે. તેના માર્કેટ કેપમાં 10429.53 કરોડ રૂપિયા તુટીને 522536.01 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે, ઇન્ફોસિસનું માર્કેટ કેપ 5600.92 કરોડ રૂપિયા ઘટીને 516757 કરોડ રૂપિયા રહી ગયું છે.

જો દેશની ટોપ 10 કંપનીઓના રેન્કિંગની વાત કરીએ તો હંમેશાની જેમ રિલાયન્સનો નંબર જ સૌથી ઉપર આવે છે. ત્યાર પછી, TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ITC, હિંદુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલનો નંબર આવે છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.