8PM વ્હિસ્કી બનાવનાર કંપનીએ યોગી સરકારને લગાવ્યો 1078 કરોડનો ચૂનો
8PM વ્હિસ્કી અને મેજિક મોમેન્ટ્સ વોડકા બનાવનારી કંપની રેડિકો ખેતાન લિમિટેડે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ચૂનો લગાડ્યો છે. કેગની રિપોર્ટથી સામે આવ્યું કે કંપનીએ યોગી સરકારને 1078.09 કરોડની એક્સાઇઝ ડ્યૂટી સહિત ટેક્સની ચૂકવણી ઓછી કરી છે. કેગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, રેડિકો ખેતાન લિમિટેડ, રામપુરના સહાયક આબકારી રેકોર્ડમાં દેખાડવામાં આવેલી ઈનપુટ એક્સાઇઝ સામગ્રીના દેખરેખ કરવામાં નિષ્ફળ રહી. જેમાં એક્સાઈઝ સામગ્રીના વપરાશમાં અન્ડરસ્ટેટમેન્ટની જાણ ન થઇ શકી, જેમાં 2013-14થી 2019-20ના સમય દરમિયાન 1078.09 કરોડ રૂપિયાનું એક્સાઈઝ રાજસ્વ સામેલ છે.
રેકોડ્સની તપાસથી થઇ ખબર
ઓડિટે લીકર બનાવવામાં યૂઝ થનાર મોલાસેસ, અનાજ અને જૌના મોલ્ટ સહિત અલગ મટિરિયલ્સથી સંબંધિત રેકોર્ડ્સની તપાસ કરી. ઓડિટે મોલાસેસ, અનાજ અઅને મોલ્ટના વપરાશના આંકડાઓની તુલના કરદાતા દ્વારા આયકર વિભાગને આપવામાં આવેલા રિટર્ન અને AEC, રેડિકો ખેતાન લિમિટેડ, રામપુરના રેકોર્ડમાં મોજૂદ માત્રાઓની સાથે કરી. જેમાં જાણવા મળ્યું કે આયકર વિભાગને આપવામાં આવેલા રેકોર્ડ અને રાજ્ય આબકારી વિભાગમાં અવેલેબલ રેકોર્ડમાં અંતર હતું.
કેગે કહ્યું કે, વપરાશમાં આવેલા અંતરથી સંકેત મળે છે કે કરદાતાએ આબકારી રેકોર્ડમાં ઈનપુટ આઈટમના વપરાશને ઓછો દેખાડ્યો છે. જેમાં 595.75 કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી પણ સામેલ છે. જેના પર 482.35 કરોડનું વ્યાજ બાકી હતું.
રેડિકો ખેતાન રાજ્યના એક્સાઈઝ રેવેન્યૂમાં લગભગ 30 ટકાનો ફાળો આપે છે. પાછલા 3-4 વર્ષમાં રાજ્યમાં એક્સાઈઝથી રેવેન્યૂ બેગણુ થયું છે. રેડિકો ખેતાને મંગળવારે એક જોગવાઇની ફાઇલિંગમાં કહ્યું કે, તેમણે દેશના રેવેન્યૂ કાયદાઓ સહિત દરેક કાયદાકીય આવશ્યક્તાઓનું પાલન કર્યું છે. કંપનીએ કહ્યું કે, અમને આ મામલાને લઇ કોઇ અનિયમિતતાની નોટિસ મળી નથી.
કંપનીની પાસે ઘણી બ્રાન્ડ
ભારતમાં ભારતીય નિર્મિત વિદેશી લીકરના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એકના રૂપમાં રેડિકો ખેતાન લિમિટેડ લીકર બિઝનેસમાં પ્રમુખ નામ છે. કોન્ટેસા XXX રમ, ઓલ્ડ એડમિરલ બ્રાન્ડી, મેજિક મોમેન્ટ્સ વોદકા અને 8 PM વ્હિસ્કી સહિત કંપનીની પાસે 15 બ્રાન્ડ્સનું કલેક્શન છે. આ લીકર કંપની દેશની સૌથી જૂની કંપનીઓમાં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp