બેટરી સ્વેપિંગ પોલિસીથી ચાર્જિંગની ઝંઝટનો અંત લાવશે અને EV સસ્તા થઈ શકે છે

PC: currentaffairs.adda247.com

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે, જેમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ સૌથી વધુ પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની સરખામણીમાં ઈલેક્ટ્રિક કાર ખરીદનારા લોકોની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. ઈલેક્ટ્રિક કારના ઓછા વેચાણ પાછળનું સૌથી મોટું કારણ બેટરી ચાર્જિંગ સ્ટેશન અથવા બેટરી સ્વેપિંગ સ્ટેશનો કે રસ્તામાં અથવા અન્ય જગ્યાએ જ્યારે ચાર્જિંગ સમાપ્ત થઈ જાય ત્યારે ઉપલબ્ધ ન હોવું છે. જેના કારણે લોકોને આર્થિક રીતે પોસાય એમ હોવા છતાં પણ આ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ દાખવતા નથી.

ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નવી બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં આ નીતિને લાગુ કરવાની તૈયારી તેના અંતિમ તબક્કામાં છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બેટરી સ્વેપિંગ પોલિસીની જાહેરાત મુજબ, આ યોજનાના પ્રથમ તબક્કાનો હેતુ હળવા ઈલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે, જે અંતર્ગત વાહનને બેટરી સ્વેપિંગ સ્ટેશન સુધી પહોંચાડવાનું હશે અને ચાર્જિંગ સિવાય બેટરી સ્વેપિંગની વ્યવસ્થા પણ અમલમાં મુકવામાં આવશે.

બેટરી સ્વેપિંગ પોલિસી લાગુ થયા પછી સૌથી વધુ ફાયદો એવા ગ્રાહકોને થશે જેઓ તેમના વાહનોને ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરતા નથી. સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવાથી બેટરીને ચાર્જ થવામાં ઓછામાં ઓછા 5 થી 6 કલાકનો સમય લાગે છે. પરંતુ આ નીતિ હેઠળ, ગ્રાહકોએ ચાર્જિંગ માટે બેટરી સ્વેપિંગ સ્ટેશન પર કલાકો સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ તેઓ બેટરી સ્વેપિંગ સ્ટેશન પર જઈને તેમની ડિસ્ચાર્જ થયેલી બેટરીને ચાર્જ કરેલી બેટરીથી બદલી શકશે.

બેટરી સ્વેપિંગ પોલિસીના અમલ પછી, ચાર્જિંગની સમસ્યા તો સમાપ્ત થશે જ, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગમાં લેવાતા બેટરી પેકની કિંમતમાં પણ ઘટાડો થવાની ધારણા છે. હાલમાં, વર્તમાન ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક ખરીદવા પર, ખબર પડે છે કે, તે વાહનની કુલ કિંમતના 40 થી 50 ટકા તેના બેટરી પેકની હોય છે. બેટરી સ્વેપિંગ પોલિસીના અમલ પછી, ગ્રાહકો પાસે બેટરી વગરનું ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનો વિકલ્પ હશે, જે ઇલેક્ટ્રિક વાહનની કિંમતને કારણે ખિસ્સા પરનો બોજ ઘણી રીતે ઓછો કરી નાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp