સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા ગૌતમ અદાણીને ઝટકો, MSCIમાંથી આ બે કંપનીઓની વિદાઇ

PC: timesofindia.indiatimes.com

આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી હિંડનબર્ગ મુદ્દા પર કરવામાં આવેલી પીટીશન પર સુનાવણી થનાર છે. પણ તેના પહેલા જ ગૌતમ અદાણીને મોટો ઝાટકો લાગ્યો છે. MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાંથી અદાણી ગ્રુપની બે કંપનીઓને બહાર કરી દેવામાં આવી છે. આ કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ છે. ઇન્ડેક્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ બન્ને કંપનીઓ પર આ નિર્ણય 31મી મેના રોજ ટ્રેડિંગ ખતમ થયા બાદથી પ્રભાવી થશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનસાર, MSCIએ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ માટે પબ્લિક સેક્ટરના આ માર્કેટમાં સ્વતંત્ર રૂપે વેપાર યોગ્ય મનાતા શેરોની સંખ્યા પર પોતાના ઇન્ડેક્સની ગણનામાં ફેરફાર કર્યો છે. આ વર્ષે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ આવ્યા પછી ભારે નુકસાન સહન કરનારા અદાણી ગ્રુપ માટે આ એક મોટો ઝાટકો માની શકાય છે. તેનાથી મોટી વાત એ છે કે, ઝાટકો એવા સમયમાં લાગ્યો છે કે, જ્યારે, અદાણી ગ્રુપની કંપનીઓના શેર હિંડનબર્ગ પ્રોબ્લેમમાંથી નીકળતા રિકવરી કરવામાં લાગ્યા છે.

શુક્રવારે 12મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં અદાણી હિંડનબર્ગ વિવાદને લઇને કરવામાં આવેલી પીટિશન પર સુનાવણી પણ થવા જઇ રહી છે. આ કેસમાં તપાસ કરવા માટે માર્ચમાં સુપ્રીમ કોર્ટે છ સભ્યની સમીતિનું ગઠન કર્યું હતું અને આ સંબંધમાં રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે આર્થિક અને નાણાંકીય પ્રબંધનના વિશેષજ્ઞોની સમિતી બનાવવાનો આદેશ આપ્યો હતો તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પગલાનું સ્વાગત કર્યું હતું. આ સમિતીની અધ્યક્ષતા રિટાયર જજ જસ્ટિસ અભય મનોહર સપ્રે કરી રહ્યા છે.

MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ તરફથી અદાણી ગ્રુપની બે કંપનીઓને ઇન્ડેક્સની બહાર કરવાનો નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે, જ્યારે સમૂહ પોતાની ત્રણ કંપનીઓ દ્વારા ફંડ એકઠું કરવાની તૈયારી કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશને 5 અબજ ડોલર કે લગભગ 40000 કરોડ રૂપિયા ફંડ એકઠું કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી ફંડ એકઠું કરવાની દિશામાં અદાણી ગ્રુપનું મોટું પગલું છે. આ કંપનીઓના બોર્ડની મહત્વની બેઠક કાલે એટલે કે, 13મી મેના રોજ થનાર છે અને તેમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

અદાણી ગ્રુપની જે ત્રણ કંપનીઓ દ્વારા ફંડ એકઠું કરવાનો પ્લાન બની રહ્યો છે. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારના રોજ તેમાં કડાકો જોવા મળી રહ્યો છે. MSCI ઇન્ડેક્સની બહાર અવનારી કંપનીઓની વાત કરીએ તો અદાણી ટ્રાન્સમિશનનો શેર 4.20 ટકા તુટીને 878.70 રૂપિયાના સ્તર પર આવી ગયો છે, જ્યારે અદાણી ટોટલ ગેસના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઇ છે અને 5 ટકાના કડાકા સાથે 812.30 પર આવી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp