હીરોનો ફટકો! સ્પ્લેન્ડરથી લઈને ડેસ્ટિની સુધી, 3 જુલાઈથી વાહન ખરીદવા મોંઘા થશે

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Hero MotoCorpની બાઇક અને સ્કૂટર ખરીદવી હવે મોંઘી થશે. કંપનીએ જાહેરાત કરી છે કે, 3 જુલાઈ, 2023થી તે તેની મોટરસાઈકલ અને સ્કૂટરની રેન્જની કિંમતો અપડેટ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, કંપની તેના વાહન પોર્ટફોલિયોની કિંમતોમાં લગભગ 1.5 ટકાનો વધારો કરશે. આ કિંમત અપડેટ અલગ-અલગ મોડલ્સ અને વેરિઅન્ટ પર આધારિત હશે.

Hero MotoCorp અનુસાર, ટુ-વ્હીલર માટે ભાવ વધારો કંપની દ્વારા સમયાંતરે કરવામાં આવતી કિંમતની સમીક્ષાનો એક ભાગ છે. એક અધિકૃત નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, 'મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતોમાં વધારો એ કિંમતની સમીક્ષાનો એક ભાગ છે જે કંપની દ્વારા સમયાંતરે કિંમતની સ્થિતિ, ઇનપુટ ખર્ચ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તે વ્યવસાયની આવશ્યકતા છે.'

નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, 'Hero MotoCorp ગ્રાહકોના ખિસ્સા પરની અસર ઘટાડવા માટે નવીન ધિરાણ કાર્યક્રમો સાથે ચાલુ રાખશે, જેનાથી લોકો ટુ-વ્હીલર ખરીદવા માટે અનુકૂળ રહેશે. દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાની શરૂઆત અને અર્થ વ્યવસ્થામાં સુધારા સાથે જ સિસ્ટમમાં, આગામી તહેવારોની સિઝનમાં ઉદ્યોગનું પ્રમાણ વધવાની ધારણા છે.

Hero MotoCorpએ તાજેતરમાં ભારતમાં અપડેટેડ Xtreme 160R લોન્ચ કર્યું છે. આ બાઇક 1.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકમાં કેટલાક કોસ્મેટિક અને મિકેનિકલ અપડેટ્સ કર્યા છે, જે તેને પાછલા મોડલ કરતાં પણ વધુ સારી બનાવે છે.

કંપનીએ આ બાઇકમાં 163cc ક્ષમતાનું સિંગલ-સિલિન્ડર, એર અને ઓઇલ-કૂલ્ડ એન્જિન આપ્યું છે, જે 16.6 bhpનો પાવર અને 14.6 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે, જે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. બ્રાન્ડનો દાવો છે કે, તે સેગમેન્ટમાં સૌથી ઝડપી બાઇક છે, જે માત્ર 4.41 સેકન્ડમાં 0 થી 60 kmphની ઝડપ પકડી શકે છે.

Xtreme 160Rની સ્ટાઇલ શાર્પ છે. તેમાં કર્વી ફ્યુઅલ ટેન્ક, સ્પોર્ટી ટેલ સેક્શન ઉમેરવામાં આવ્યું છે. હેડલેમ્પ્સ, ટર્ન સિગ્નલ અને ટેલ લેમ્પ્સમાં સંપૂર્ણપણે LED લાઇટિંગ આપવામાં આવી છે. આ સિવાય Extreme 160Rમાં સંપૂર્ણ ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે બે બ્રેકિંગ હાર્ડવેરના વિકલ્પોના આધારે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. મોડલને આગળના ભાગમાં 37mm ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન મળે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.