નવા વર્ષમાં યસ બેન્કના શેરોમાં જોરદાર રેલી, સ્ટોક 6 ટકા ઉપર બંધ થયો
નવા વર્ષ 2023ના પહેલા દિવસે યસ બેન્કના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ પ્રાઇવેટ બેન્કના શેરે શાનદાર સાત ટકાની છલાંગ લગાવી હતી. સોમવારના રોજ યસ બેન્કનો શેર 7.04 ટકા વધ્યો છે. આ સ્ટોક પોતાના પાછલા ક્લોઝિંગ રેટ 20.60 રૂપિયાની સરખામણીમાં આજે 22.05 રૂપિયા પર પહોંચ્યો હતો. કારોબારના અંતમાં શેર 6.07 ટકા ઉછળીને 21.85 રૂપિયાના સ્તર પર બંધ આવ્યો છે.
યસ બેન્કનો સ્ટોક આજે સવારે 20.85 રૂપિયા પર ઓપન થયો હતો અને 22.10 રૂપિયાના ઇન્ટ્રાડે હાઇ પર પહોંચ્યો હતો. આ સ્ટોકનું આજનું લો લેવલ 20.75 રૂપિયા રહ્યું છે. ગયા એક વર્ષમાં યસ બેન્કનો શેર 53 ટકા કરતા પણ વધારે ચઢ્યો છે.
65.51 કરોડ રૂપિયાના કારોબાર સાથે સોમવારે કુલ 3.04 કરોડ શેર એક્સચેન્જ થયા હતા. યસ બેન્કનું માર્કેટ કેપ 62393.41 રૂપિયા રહ્યું છે. BSE પર 3704241 શેર ઓર્ડર અનુસાર, 10260005 સેલના ઓર્ડર હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 31.85 કરોડ રૂપિયાનો કારોબાર 686.35 કરોડ રૂપિયાના મૂલ્ય પર થયું. સ્ટોકને છેલ્લી વખત આજે 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કારોબાર કરતો જોવામાં આવ્યો હતો.
યસ બેન્કનો RSI (14) એટલે કે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ 61.79 પર આવ્યો છે. 30ની નીચેના સ્તરને ઓવરસોલ્ડના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યો છે. જ્યારે, 70ની ઉપરની વેલ્યુને ઓવરબોટ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક બજાર નિષ્ણાંતે કહ્યું છે કે, યસ બેન્કમાં તેજી જોવા મળી રહી છે, પણ 22.55 રૂપિયા પર તે ભારે રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યો છે. આ સ્તર પર ડેલી ક્લોઝિંગ આવવા પર તેમાં 25.35થી 27 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે. મજબૂત સપોર્ટ 19.8 રૂપિયા પર હશે.
એક અન્ય બજાર નિષ્ણાંત અનુસાર, 18થી 25 રૂપિયા શોર્ટ ટર્મ માટે એક સારી ટ્રેડિંગ રેન્જ છે. કમાણીના મોર્ચે આ પ્રાઇવેટ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે શુદ્ધ વ્યાજની આવકમાં 32 ટકા વાર્ષિક વૃદ્ધિની સાથે સાથે 1991 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો છે. એક વર્ષ પહેલા આ જ અવધિમાં આ આંકડો 1512 કરોડ રૂપિયા હતો. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટર માટે આ બેન્કનો નફો 2021ના આ ક્વાર્ટરમાં 225.5 કરોડ રૂપિયાથી 32 ટકા ઘટીને 152.82 કરોડ રૂપિયા રહી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp