ઘરે ઘરે જઇને સાડી વેચીને મહિલાએ ઉભો કર્યો બિઝનેસ, શાર્ક ટેન્કના જજ ઇમોશનલ થયા

PC: economictimes.indiatimes.com

શાર્ક ટેન્ક ઇન્ડિયા પોતાની બીજી સીઝન સાથે ટીવી પર વાપસી કરી રહ્યું છે. આ વખતે શાર્ક્સ મળીને લોકોના સપનાને એક ફરી વાર પૂરા કરતા જોવા મળશે. શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં પેઠણી સાડી બનતા જોઇ શકાય છે. અહીં શાર્ક અમન ગુપ્તા કહી રહ્યા છે કે, તેમણે પહેલી વખત કોઇ સાડીને બનતા જોઇ છે. તે સિવાય બીજા અન્ય લોકો પણ કેટલાક જોરદાર આઇડિયા લઇને શો પર પહોંચવા જઇ રહ્યા છે.

પ્રોમોમાં તમે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં એક મહિલાને જોઇ શકો છો. વેરી મચ ઇન્ડિયન નામની કંપની ચલાવનારી મહિલા પ્રોમોમાં પોતાના કામને લઇને વાત કરી રહી છે. તે કહે છે કે, પૈઠણી સાડી એક ઇમોશન છે. તે કહે છે કે, શરૂઆતમાં તેણે ઘણા બધા એક્ઝિબિશન પણ કર્યા હતા. જે પણ તેને બોલાવતા હતા તે તેના ઘરે જઇને સાડી વેચતી હતી. જોકે, હવે તેમણે મોટા સપના જોવાનું શરૂ કરી દીધું છે. મહિલા કહે છે કે, તેણે આ સફરમાં ઘણા બધા લોકોએ તેને સાથ આપ્યો છે, પણ તે દરેકનો આભાર માનતા પહેલા તે પોતાની પીઠ થપથપાવવા માગે છે, કારણ કે તેણે હંમેશા આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

સાડી સિવાય આ શોમાં એક વ્યક્તિ બાળકોને સુરક્ષિત રાખવાનું ડિવાઇસ પણ વેચતો નજરે પડશે. તે વ્યક્તિનું કહેવું છે કે, આ ડિવાઇસની મદદથી બાળકોના બચાવની સાથે સાથે તેમને ભણાવવામાં પણ મદદ કરશે. તે સિવાય એક બીજા વ્યક્તિ હેલ્ધી સૂપનો બિઝનેસ આઇડિયા લઇને આવ્યો હતો. આ વ્યક્તિએ શાર્ક અનુપમ મિત્તલ અને વિનીતા સિંહે સૂપની અંદરના પોષક તત્વો વિશે પુછ્યું. તો તેનો જવાબ આપવામાં તે ખચકાતો નજરે પડ્યો, તે બાદ અનુપમે કડક શબ્દોમાં કહ્યું કે, તમે ખાવાનો કોઇપણ હેલ્ધી સામાન વેચો છો તો તેની અંદરના પોષક તત્વો વિશે તમને ખબર જ હોવી જોઇએ.

આ પ્રોમોથી ખબર પડે છે કે, આ વખતે ઘણા બધા આઇડિયા વાળા લોકો શાર્ક ટેન્ક ઇન્ડિયાની બીજી સીઝનમાં આવનારા છે. શાર્ક્સ પણ આ શોમાં લોકો પાસેથી ઘણું બધું શીખતા અને તેમના આઇડિયા અને હટકે આઇડિયામાં પૈસા લગાવતા નજરે પડશે. જોવાનું એ હશે કે, આ શોમાં શું શું ખાસ અને રસપ્રદ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp