એક રિપોર્ટથી ગૌતમ અદાણી એક જ દિવસમાં રૂ. 48999 કરોડ ગુમાવી બેઠા

PC: dkoding.in

વર્ષ 2023ની શરૂઆત અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી માટે એટલી સારી ન રહી. વર્ષની શરૂઆતમાં જ તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો. શેરોમાં વેચવાલી હાવી થવાના કારણે તેમની નેટવર્થમાં સતત ઘટાડો આવી રહ્યો છે. એશિયાના સથી મોટા રઇસ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થમાં એટલો ઘટાડો આવ્યો છે કે, દુનિયાના ટોપ અમીરોના લિસ્ટમાં તેઓ એક સ્ટેપ નીચે આવી ગયા છે. જોકે, ત્રીજા સ્ટેપ પર હાજર જેફ બેઝોસની નેટવર્થમાં પણ ભારે ઘટાડો આવ્યો છે અને અદાણી ફરીથી પોતાના સ્થાન પર આવી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિમાં 6.1 અબજ ડોલર એટલે કે, 489,99,30,00,000 રૂપિયાનું નુકસાન થયું છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં 6.1 અબજ ડોલરનો કડાકો જોવા મળ્યો છે. એક દિવસમાં તેમની સંપત્તિ 489,99,30,00,000 રૂપિયા ઘટી છે. અદાણી ગ્રુપના શેરો ઘણા તુટ્યા છે. જ્યારે, ફોર્બ્સના લિસ્ટમાં તેઓ ત્રીજા નંબર પર છે તો બીજી બાજુ બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના લિસ્ટમાં તેઓ ચોથા નંબર પર છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર, તેમની નેટવર્થ 120.5 બિલિયન ડોલર પર પહોંચી ગઇ છે.

અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. અદાણી દ્વારા હાલમાં જ ખરીદવામાં આવેલી અંબુજા સીમેન્ટનો શેર 9.6 ટકા તુટ્યો છે. જ્યારે, અદાણી પોર્ટ્સનો સ્ટોક 7.2 ટકાના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. એટલું જ નહીં અન્ય કંપનીના શેર ACC, અદાણી પાવર, NDTVના શેરમાં 5 ટકાથી વધારેનો કડાકો આવ્યો છે. શેરોમાં કડાકો એક રિપોર્ટના સામે આવ્યા બાદ જોવા મળ્યો છે.

ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ Hindenburgએ પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, અદાણી ગ્રુપની કંપનીઓમાં શોર્ટ પોઝિશન છે. એટલું જ નહીં, રિપોર્ટે એ કંપનીઓની લોન પર પણ સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપની 7 પ્રમુખ લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધારે ઓવરવેલ્યુડ છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેર લાલ નિશાનમાં ટ્રેડ કરવા લાગ્યા. શેરોમાં 10 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો છે.

આ પહેલા વર્ષ 2022માં ફિચ ગ્રુપની ક્રેડિટસિટ્સે પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. જોકે, આ રિપોર્ટને લઇને અદાણી ગ્રુપ તરફથી ખંડન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 24મી જાન્યુઆરી, 2023ના રોજ રિસર્ચ જારી થયું. વગર સંપર્ક કર્યે આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમે હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટથી હેરાન છીએ. તેમણે અમને સંપર્ક કરવાની કે, પોતાના ફેક્ટ્સને વેરિફાઇ કરવાની કોશિશ ન કરી. તેમણે કહ્યું કે, આ રિપોર્ટમાં ખોટી જાણકારી આપવામાં આવી છે. તેમનો રિપોર્ટ આધાર વગરનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp