ગૌતમ અદાણીએ ચાલ બદલી, એક તરફ હંગામો થતો રહ્યો, બીજી તરફ નવી કંપની ઉભી કરી દીધી

PC: timesproperty.com

હિંડનબર્ગના હંગામા પછી અદાણી ગ્રુપે પોતાની બિઝનેસની રણનીતિમાં બદલાવ કર્યો છે. અદાણીએ એક નવી કંપની બનાવી લીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસે પોતાના બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીનું નામ પેલ્મા કોલિયરીજ રાખવામાં આવ્યું છે. 7 એપ્રિલે આ કંપનીની રચના કરવામાં આવી છે.

24 જાન્યુઆરી 2023ના દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધમાં એક નેગેટીવ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ બહાર આવ્યા પછી વિવાદ વધતો ગયો અને વિરોધીઓ હાવી થવા માંડ્યા હતા. સડકથી માંડીને સંસદ સુધી અદાણી સામે મોર્ચો ખોલી દેવામાં આવ્યો હતો. અદાણીની લોન, તેમના બિઝનેસ વિશે સવાલો  ઉઠવા માંડયા હતા. રોકાણકારોમાં પણ નારાજગી હતી.

અદાણી ગ્રુપના શેર, કંપનીનું માર્કેટ કેપ, ગૌતમ અદાણીની નેટવર્થ બધું ઉંધા માથે પટકાયું હતું. વિવાદ વધતો રહ્યો હતો, પરંતુ ગૌતમ અદાણીએ હાર માની નહોતી. એક તરફ વિવાદ ચાલતો રહ્યો અને બીજી તરફ અદાણીએ નવી કંપની ઉભી કરી દીધી.

અદાણીની ફલેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસે પોતાના બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીએ Coal Washery બિઝનેસમાં એન્ટ્રી કરી લીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસે આ બિઝનેસ માટે એક સબસીડિયરી કંપની બનાવી છે, જેનું નામ છે પેલ્મા કોલિયરીઝ ( Pelma Collieries) રાખવામાં આવ્યું છે. મતલબ કે અદાણી એન્ટરપ્રાઇઝીસને કોલ વોસરી બિઝનેસનું સંચાલન પેલ્મા કોલિયરીઝ કરશે.

આ કંપનીની રચના 7 એપ્રિલ 2023ના રોજ થઈ હતી. તેની સ્થાપના રૂ. 10 લાખની પ્રારંભિક ઓથોરાઇઝડ શેર કેપિટલ સાથે સાથે રૂ. 5 લાખની પેઇડ અપ શેર કેપિટલથી કરવામાં આવી છે. આ કંપની કોલ હેન્ડલિંહ સિસ્ટમ હેઠળ કામ કરશે. કંપનીનું કામ કોલ વોશરી સાથે જોડાયેલું છે. મતલબ કે કોલસા સાથે જોડાયેલી ગંદકીને સાફ કરવાની એક પ્રક્રીયા છે.

અદાણી ગ્રુપ પર તમામ આરોપો લાગ્યા, કંપનીએ પોતાના તરફથી સ્પષ્ટતાઓ પણ કરી હતી. અદાણી પર હિંડનબર્ગના હુમલા પછી અદાણી ગ્રુપે રણનીતિમાં બદલાવ કર્યો છે.કંપનીએ પોતાનું દેવું ચૂકતે કરવા પર ફોકસ કર્યું છે. અદાણી ગ્રુપે નવા બિઝનેસ વધારવાને બદલે હાલના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું છે. રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે અદાણીએ વિદેશોમાં રોડ શો કર્યા અને તેની હકારાત્મક અસર જોવા મળી અને અદાણી ગ્રુપના શેરો ફરી એકવાર ઉપર આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp