SEBIનો સુપ્રીમ કોર્ટમાં ખુલાસો- 2016થી નથી ચાલી રહી અદાણી ગ્રુપ પર કોઈ તપાસ

PC: telegraphindia.com

અદાણી-હિંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સોમવારે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ SEBIએ પ્રતિઉત્તર એટલે કે રિજોઇન્ડર દાખલ કર્યો છે. તેમા SEBIએ અદાણી ગ્રુપના ક્રિયા-કલાપને લઇને તમામ રીતે સ્પષ્ટતા કરી છે. રિજોઇન્ડરમાં રેગ્યુલેટર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, 2016થી અદાણી ગ્રુપની તપાસના દાવા તથ્યાત્મકરૂપે સંપૂર્ણરીતે નિરાધાર છે. કોર્ટમાં આપવામાં આવેલી એક એફિડેવિટ અનુસાર, અદાણી ગ્રુપની કોઈપણ લિસ્ટેડ કંપની આ અવધિમાં SEBI દ્વારા કરવામાં આવેલી 51 કંપનીઓની તપાસનો હિસ્સો નથી.

SEBI તરફથી સફાઈ આપતા કહેવામાં આવ્યું છે કે, જે 51 કંપનીઓની તપાસ વર્ષ 2016થી કરવામાં આવી, આ તપાસ એ લિસ્ટેડ કંપનીઓ દ્વારા ગ્લોબલ ડિપોઝીટરી રસીદો (GDR) જાહેર કરવા સાથે સંબંધિત છે, તેમાંથી એક પણ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપની નહોતી. તેના પરથી સ્પષ્ટ છે કે, અદાણી ગ્રુપની કોઈપણ કંપની વિરુદ્ધ તપાસ પેન્ડિંગ અથવા પૂરી થવાની વાત પાયાવિહોણી છે. આ ઉપરાંત, હિંડનબર્ગ રિપોર્ટમાં જે 12 સંદિગ્ધ ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ડાયરેક્ટ સપાટ નથી પરંતુ, ખૂબ જ જટિલ છે અને તેની સાથે સંકળાયેલી લેવડ-દેવડ ઘણા દેશોમાં સ્થિત ફર્મ્સ સાથે સંબંધિત છે.

બજાર નિયમકે કહ્યું કે, આ તમામ 12 દેવડ-દેવડ સાથે સંકળાયેલા આંકડા અને પરિણામોની તપાસ કરવામાં હજુ ઘણો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, આ તપાસ માટે SEBI એ સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. નિયામકે તેની પાછળનો ઈરાદો જણાવતા કહ્યું છે કે, નિવેશકોની સિક્યોરિટી અને માર્કેટની સાથે ન્યાય કરવા માટે આ જરૂરી છે. બાર એન્ડ બેન્ચ દ્વારા શેર કરવામાં આવેલા એક ટ્વિટ અનુસાર, હિંડનબર્ગ રિપોર્ટ મામલામાં સુનિશ્ચિત કરવા માટે તપાસ પૂરી કરવા માટે સમયના વિસ્તારની આવશ્યકતા છે.

રોયટર્સ અનુસાર, એફિડેવિટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપ દ્વારા વિનિયામક ખુલાસાની સંભવિત ખામીઓની તપાસનો કોઇપણ ખોટો કે સમય કરતા પહેલા આપવામાં આવેલો નિષ્કર્ષ ન્યાયના હિતમાં નહીં હશે અને કાયદાકીયરૂપે પણ અસ્થિર હશે. કોર્ટના ફાઇલિંગમાં SEBIએ કહ્યું કે, તેણે પહેલા જ 11 વિદેશી રેગ્યુલેટર્સ સાથે આ સંબંધમાં જાણકારી માટે સંપર્ક કર્યો છે કે, શું અદાણી ગ્રુપે પોતાના સાર્વજનિકરૂપથી ઉપલબ્ધ શેરોના સંબંધમાં કોઈપણ માનદંડનું ઉલ્લંઘન કર્યું છે?

SEBI તરફથી અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે છ મહિનાના સમયની માંગ માટે અરજી દાખલ કરવામાં આવી છે. તેના પર આજે કોઈપણ નિર્ણય આવી શકે છે. મુખ્ય જજ ડી વાઈ ચંદ્રચૂડ અને જજ પી એસ નરસિમ્હા અને જે બી પારદીવાલાની બેન્ચ આ મામલાને સાંભળી રહી છે. આ પહેલા CJIએ એક અરજીકર્તાના વકીલને કહ્યું કે, અમે નિવેશકોના હિતો માટે એક કમિટીનું ગઠન કર્યું છે. સાથે જ મુખ્ય જજે કહ્યું કે, SEBIને પહેલા જ બે મહિનાનો સમય આપ્યો છે અને વધુ છ મહિનાનો સમય ના આપી શકાય.

ગત 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરોમાં હેરફેર અને દેવા સાથે સંકળાયેલા 88 સવાલ ઉઠાવતા પોતાનો રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. તે જાહેર થવાના બીજા કારોબારી દિવસે જ અદાણીની કંપનીઓના શેર ધરાશાયી થઈ ગયા હતા અને બે મહિના સુધી તેમા સતત ઘટાડો જ જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની કંપનીઓના શેર 80 ટકા કરતા વધુ તૂટી ગયા હતા. 24 જાન્યુઆરી પહેલા દુનિયાના ટોપ અબજોપતિઓમાં ચોથા નંબર પર રહેલા ગૌતમ અદાણી નેટવર્થમાં ઘટાડાથી લિસ્ટમાં નીચે સરકીને 37માં નંબર પર પહોંચી ગયા હતા. દરમિયાન ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડૉલર કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp