હવે અદાણીની ટ્રેનની ટિકિટ પણ વેચશે, જાણો ક્યાં કર્યું ઇન્વેસ્ટમેન્ટ

PC: adani.com

નવા નવા બિઝનેસમાં હાથ અજમાવનારા અદાણી ગ્રુપે હવે રેલવે ટિકિટ બુકિંગ બિઝનેસનો કેટલોક હિસ્સો ખરદવાની તૈયારીમાં લાગી ગયું છે. રેલવે ટિકિટ બુકિંગ સ્ટાર્ક એન્ટરપ્રાઈઝિસ પ્રાઇવેટ લિમિટેડ (SEPL) કંપનીનો લગભગ 30 ટકા હિસ્સો અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે ખરીદી લીધો છે. SEPL રેલવેની ટિકિટોની ઓનલાઇન બુકિંગને ટ્રેનમેન પ્લેટફોર્મ સંચાલિત કરે છે. SEPL કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 4.51 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝીસે જૂનમાં SEPLનો કેટલોક હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. સાથે જ શનિવારે એટલે કે 8 જુલાઇ 2023ના રોજ શેર બજારને સૂચના આપતા જણાવ્યું હતું કે, કંપની પૂર્ણ સ્વામિત્વવાળી અનુષંગી અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડે 3.56 કરોડ રૂપિયામાં 29.81 ટકા એટલે કે 30 ટકા હિસ્સો ખરીદી લીધો છે. ઉલ્લેખનીય છે કે, અદાણી એન્ટરપ્રાઈઝિસ કંપનીએ ગયા મહિને એટલે કે જૂનમાં SEPLને ઓનલાઇન ટ્રેન બુકિંગ અને સૂચના પ્લેટફોર્મના રૂપમાં દર્શાવ્યું હતું, પરંતુ શનિવારે 8 જુલાઇ 2023ના રોજ અદાણી ગ્રુપે આ પ્લેટફોર્મને એક ઇ-કોમર્સ અને વેબસાઇટ વિકાસ સાથે જોડાયેલી કંપની બતાવી છે.

ઓનલાઇન રેલવે ટિકિટ બિઝનેસ ખરીદવાના અદાણી ગ્રુપના આ નિર્ણય પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેનાથી ભારતીય રેલવેની ટિકટિંગ IRCTCને સીધી રીતે લાભ થઈ શકે છે. ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC)એ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશની પ્રતિક્રિયાનું ખંડન કરતા જાણકારી આપી કે રોજ મુસાફરો દ્વારા લગભગ 14.5 લાખ અનામત ટિકિટ બુક કરવામાં આવે છે, જેમાંથી 81 ટકા ટિકિટોની બુકિંગ ઓનલાઇન (IRCTC) દ્વારા કરવામાં આવે છે. તો એવામાં IRCTC અને ટ્રેનમેન જેવા એજન્ટો વચ્ચે કમ્પિટિશનનો સવાલ જ ઊઠતો નથી. ઉલ્લેખનીય છે કે IRCTCની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ટ્રેનમેનની કુલ રીઝર્વ્ડ ટિકિટોમાં 0.13 ટકાનો હિસ્સો છે.

સ્ટાર્ક એન્ટરપ્રાઈઝિસ પ્રાઇવેટ લિમિટેડને ‘ટ્રેનમેન’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ગુરુગ્રામ બેઝ્ડ આ કંપની જ આ પ્લેટફોર્મને ઓપરેટ કરે છે. IIT રુડકીના ગ્રેજ્યુએટ વિનીત ચિરાણીયા અને કરણ કુમાર ટ્રેનમેનના ફાઉન્ડર છે. ટ્રેનમેનને આ બંનેએ વર્ષ 2011માં બનાવ્યું હતું. આ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન અધિકૃત ટ્રેન ટિકિટ બુકિંગ સ્ટાર્કઅપ છે. આ એક ઇન્ડિયન ટ્રાવેલ બુકિંગ એપ્લિકેશન છે, જે પેસેન્જર્સને ઘણા પ્રકારની સેવાઓ પ્રોવાઈડ કરે છે. આ ઓલ ઇન વન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ સિવાય તમે PNR સ્ટેટ્સ, કોચનું પોઝિશન, ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને સીટની આવેલિબિલિટી જેવી જાણકારી હાંસલ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp