
અદાણી ગ્રુપે પોતાનો FPO રદ્દ કરી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇસીસ લિમિટેડના ચેરમેન ગૌતમ અડણીએ કહ્યું કે, માર્કેટમાં ઉતાર-ચડાવને જોતા કંપનીના બોર્ડે FPOને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. શેર બજારમાં હલચલ અને માર્કેટમાં ઉતાર-ચડાવને જોતા કંપનીનું ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે એટલે અમે FPOથી મળેલી રકમને પરત કરવા જઇ રહ્યા છીએ અને તેની સાથે જોડાયેલી લેવડ-દેવડને સમાપ્ત કરી રહ્યા છીએ.
શું હોય છે FPO?
એ સમજવું જરૂરી છે કે ફોલો ઑન પબ્લિક ઓફર (FPO) શું હોય છે? ઉલ્લેખનીય છે કે, કોઇ કંપની માટે પૈસા એકત્ર કરવાની એક રીત હોય છે, જે કંપની પહેલાથી શેર માર્કેટમાં લિસ્ટેડ હોય છે તે ઇન્વેસ્ટર્સ માટે નવ શેર ઓફર કરે છે. આ શેર બજારમાં ઉપસ્થિત શેરોથી અલગ હોય છે. બુધવારે અદાણી ગ્રુપના ચેરમેને કંપનીના બોર્ડની મીટિંગમાં કહ્યું કે, ‘બોર્ડ આ અવસર પર બધા રોકાણકારોને પોતાના સમર્થન અને FPO પ્રત્યે પ્રતિબદ્ધતા માટે આભાર માને છે. FPO માટે સબસ્ક્રિપ્શન મંગળવારે સફળતાપૂર્વક બંધ થયા હતા. ગયા અઠવાડિયા દરમિયાન સ્ટોકમાં અસ્થિરતા છતા કંપની તેના વ્યવસાય અને તેના સંચાલનમાં તમારો વિશ્વાસ ખૂબ જ આશ્વસ્ત કરનારો રહ્યો. આભાર.’
ગૌતમ અદાણીએ કહ્યું કે, ‘આજે બજારમાં અભૂતપૂર્વ હલચલ છે અને આખો દિવસ સ્ટોકની કિંમતોમાં ઉતાર-ચડાવ રહ્યો છે. આ અસામાન્ય પરિસ્થિતિઓના કારણે કંપનીના બોર્ડે નિર્ણય લીધો છે કે FPOની પ્રક્રિયાને યથાવત રાખવું નૈતિક રૂપે યોગ્ય નહીં હોય. અમારા માટે રોકાણકારનું હિત સૌથી મહત્ત્વપૂર્ણ એટલે તેમને કોઇ પણ સંભવિત નાણાકીય નુકસાનથી સુરક્ષા આપવા માટે બોર્ડે નક્કી કર્યું છે કે FPOને યથાવત રાખવામાં નહીં આવે.
આ ફાર્મના શેર બુધવારે 28.5 ટકા ઘટીને 2,128.70 રૂપિયા પર બંધ થયા હતા, અદાણી એન્ટરપ્રાઇઝીસે 3,112 રૂપિયાથી 3,276 રૂપિયાની કિંમત બેન્ડમાં શેર વેચ્યા. તેના શેર પોતાના 52 અઠવાડિયાં ઉચ્ચ સ્તરથી 49 ટકાથી વધુ નીચ છે. માત્ર એક અઠવાડિયામાં તેના સ્ટોક 37 ટકાથી વધારે નીચે છે. કંપનીએ કહ્યું કે, અમે પોતાના બુક રનિંગ લીડ મેનેજરો (BRLM) સાથે કામ કરી રહ્યા છીએ, જેથી FPOની જે રકમ મળી છે તેને પરત કરી શકાય. એ સિવાય કંપની રોકાણકારોના બેંક ખાતાઓમાં બ્લોક રકમને પણ રીલિઝ કરવા પર કામ કરી રહી છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને ભરોસો અપાવતા કહ્યું કે, દમદાર કેશફ્લો અને સુરક્ષિત સંપત્તિઓ સાથે અમારી બેલેન્સ શીટ ખૂબ મજબૂત છે, અમારી પાસે લોન ચૂકવવાનો જોરદાર રેકોર્ડ છે. અદાણી મુજબ, FPO રદ્દ કરવાના નિર્ણયનો કંપનીના હાલના ઓપરેશન્સ અને ભવિષ્યની યોજનાઓ પર કોઇ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, અમે લાંબી અવધિ માટે વેલ્યૂ ક્રિએશન તરફ કામ કરતા રહીશું અને અમારો વિકાસ આંતરિક સ્ત્રોતો દ્વારા થતો રહેશે. એક વખત જ્યારે સ્ટોક માર્કેટમાં સ્થિરતા આવે છે તો અમે પોતાની કેપિટલ માર્કેટ રણનીતિની સમીક્ષા કરીશું. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી કંપનીને તમારો વિશ્વાસ મળતો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp