અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડનો FPO પૂરો ભરાઇ ગયો, NDTVનો દાવો

PC: ft.com

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ ફોલો ઑન શેર વેચાણ (FPO)ના સંસ્થાગત ખરીદદારો અન ગેર સંસ્થાગત રોકાણકારો માટે નક્કી કરવામાં આવલો હિસ્સો પૂરી રીતે સબ્સ્ક્રાઇબ થઇ ચૂક્યો છે. આ જાણકારી મામલાઓની જાણકારી રાખનારા લોકોએ આપી છે. તેમણે કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના 20 હજાર કરોડ રૂપિયાના FPOની છેલ્લા દિવસ સુધી કુલ 1.25 ગણી માગ જોવા મળી છે. કોઇ પણ શેર વેચાણમાં ઓછામાં ઓછા 90 ટકા સબસ્ક્રિપ્શનની જરૂરિયાત હોય છે. કોઇ પણ લિસ્ટેડ કંપની દ્વારા FPO ત્યારે લાવવામાં આવે છે, જ્યારે તે પોતાની ઇક્વિટી શેરહોલ્ડિંગને ડાઇવર્સિફાઇ કરવા માગે છે. આ દાવો જે મીડિયા કંપનીને અદાણીએ ખરીદી લીધી છે તે NDTV દ્વારા કરાયો છે. રીટેઇલ ઇન્વેસ્ટર અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. 

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડેનબર્ગની અદાણી ગ્રુપને લઇને પબ્લીશ રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ગ્રુપની કંપનીઓના શેરોમાં સુનામી જોવા મળી રહી છે. અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન ઉઠાવી રહેલા ગૌતમ અદાણી માટે ઉઠક બેઠક વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. તેમની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો ફોલો ઑન પબ્લિક ઓફર (FPO)ને 3200 કરોડ રૂપિયાની મોટી બોલી મળી છે. શેરોમાં આવેલા ભૂકંપના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઘટાડો આવ્યો અને તેના કારણે માત્ર અઠવાડિયા કરતા ઓછા સમયમાં તેઓ ટોપ-10 અબજપતિઓની લિસ્ટમાંથી બહાર થઇ ગયા.

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 84.4 અબજ ડૉલર રહી ગઇ છે અને તેઓ અમીરોની લિસ્ટમાં 11માં નંબર પર આવી ગયા છે. એક તરફ જ્યાં તેમની કંપનીઓના શેર ઘટી નીચે આવી રહ્યા છે, તો અદાણી એન્ટરપ્રાઇઝિસનો 17 જાન્યુઆરીના રોજ ઓપન થયેલો FPO મોટી બોલીઓ હાંસલ કરી રહ્યો છે. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ, અદાણીના FPOને અબુ ધાબી બેઝ્ડ કંપની તરફથી 40 કરોડ ડૉલર (લગભગ 3200 કરોડ રૂપિયા)ની બોલી મળી છે.

અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તે પોતાની સહાયક કંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ RSC દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રોકાણ કરવા જઇ રહી છે. કંપનીએ કહ્યું કે, 20 હજાર કરોડ રૂપિયાના FPOમાં તે 400 મિલિયન ડોલરનું રોકાણ કરશે. રિપોર્ટ્સ મુજબ, IHCએ અદાણી એન્ટરપ્રાઇઝિસના 2.5 અબજ ડોલરના FPOમાં 16 ટકાનું સબસ્ક્રિપ્શન લીધું છે. આ IHCનું વર્ષ 2023નું પહેલું રોકાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp