અદાણી ગ્રુપે ખરીદ્યું વધુ એક બંદર, 1485 કરોડ રૂપિયામાં કર્યું પોર્ટનું અધિગ્રહણ

PC: livemint.com

અદાણી ગ્રુપે વધુ એક બંદરગાહને પોતાના નામે કર્યું છે. અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ જાહેરાત કરતા કહ્યું કે, નેશનલ લૉ ટ્રિબ્યુનલના અપ્રૂવલ (NCLT) મળ્યા બાદ કરાઈકલ પોર્ટ લિમિટેડનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ડીલ પૂરી કરી લેવામાં આવી છે. કરાઈકલ પોર્ટના અધિગ્રહણ અગાઉ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના KPPLની કોર્પોરેટ દીવાલા સમાધાન પ્રક્રિયા તરીકે માનવામાં આવતી હતી. ભારતના પૂડુચેરીમાં સ્થિત કરાઈકલ પોર્ટ એક મોટા આકાર અને બધા હવામાન, ઊંડા પાણીવાળું બંદરહાર છે.

તેમાં 5 ફંક્શનલ બર્થ, 3 રેલવે સિન્ડિગ્સ, 600 હેક્ટરની જમીન અને 21.5 મિલિયન મેટ્રિક ટનની કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા છે. અદાણી પોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કરાઈકલ પોર્ટના અધિગ્રહણની ડીલ 1,485 કરોડ રૂપિયાની કરવામાં આવી છે. નિવેદન મુજબ, બંદરગાહ તામિલનાડુના કન્ટેનરવાળી કાર્ગો બેઝ્ડ ઔદ્યોગિક કેન્દ્રો અને આગામી 9 MMTPA CPCL રિફાઇનરી પાસે છે. અદાણી પોર્ટના CEO કરણ અદાણીએ કહ્યું કે, કરાઈકલ બંદરગાહની ખરીદી સાથે જ હવે અદાણી ગ્રુપ આખા દેશમાં 14 બંદરગાહ ચલાવી રહ્યું છે.

ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો કરવા માટે પાયાના ઢાંચા માટે સમય સાથે 850 કરોડ ખર્ચ કરશે. કંપનીનો પ્લાન આગામી 5 વર્ષ દરમિયાન પોર્ટની ક્ષમતા બેગણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂડુંચેરીના કરાઈકલ જિલ્લામાં સ્થિત છે અને તેની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી અને તે ચેન્નાઈથી લગભગ 300 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે, જે એક મોટું બંદરગાહ છે. તો અદાણી ગ્રુપ દેશની સોથી મોટી પ્રાઇવેટ અને લોજિસ્ટિક્સ કંપની છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનન શેરની વાત કરીએ તો શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 631.80 રૂપિયા પર બંધ થયા. આ શેર એક દિવસ અગાઉની તુલનામાં 0.74 ટકા ઘટીને બંધ થયા. માર્કેટ કેપની વાત કરીએ તો 1,36,477.58 કરોડ રૂપિયા પર હતી. આ શેરના 52 અઠવાડિયા નીચલું સ્તર 394.95 રૂપિયા છે. આ સ્તર 3 ફેબ્રુઆરી 2023ના રોજ હતું. તો 20 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 987.90 રૂપિયા પર હતી, જે શેરના 52 અઠવાડિયા મહત્તમ સ્તર છે. આ અગાઉ અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડની સબ્સિડિયરી AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે Quintillion બિઝનેસ મીડિયા લિમિટેડનું અધિગ્રહણ પૂરું કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp