100 દિવસ બાદ અદાણી ગ્રુપ માટે આવ્યા સારા સમાચાર, 3 વિદેશી બેંક લોન આપવા તૈયાર

PC: theceo.in

ભલે અમરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના એટેકેથી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું વિશાળ કારોબારી સામ્રાજ્ય હાલી ગયું હોય અને તેમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હોય, પરંતુ હવે તેની અસર સમાપ્ત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે જાપાનની એક નહીં, પરંતુ 3 મોટી બેન્કોએ અદાણી ગ્રુપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. એક રિપોર્ટ મુજબ, આ ત્રણેય જાપાની બેન્કોએ ગ્રુપને ફાઇનાન્શિયલ હેલ્પ આપવાનું આશ્વાસન આપ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે અદાણી માટે તે અદાણી માટે એકદમ નવા લોનદાતા છે.

જાપાનની જે 3 મોટી બેન્કોએ અદાણી ગ્રુપમાં રોકાણનું મન બનાવ્યું છે તેમાં મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રુપ, સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ અને મિજુહો ફાઇનાન્શિયલ ગ્રુપ સામેલ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ન માત્ર આ ત્રણ નવી બેન્કોએ, પરંતુ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને બાર્કલેજ સહિત ઘણા વર્તમાન લોનદાતાનો પણ અદાણી ગ્રુપ પર ભરોસો કાયમ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બધી બેન્કોએ નાણાકીય વર્ષ 2023-24 અને વર્ષ 2025-26માં પરિપક્વ થનારા 4 અબજ ડોલરની રી-ફાઇનાન્સ બોન્ડ અને ગ્રુપની હાલના અને નવી લોનને પણ સમર્થન આપવાનો વાયદો કર્યો છે.

31 માર્ચ 2023 સુધી અદાણી ગ્રુપની લોન 2.27 ટ્રિલિયન રૂપિયા હતી, જેમાંથી 39 ટકા બોન્ડ, 29 ટકા ઇન્ટરનેશનલ બેન્કો અને 32 ટકા ભારતીય બેન્કો અને NBFC થી લેવામાં આવી. હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયાના 2 મહિના સુધી રોજ અદાણી ગ્રુપને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. શેરોમાં આવેલી ત્સુનામીના કારણે ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું હતું. રિપોર્ટ મુજબ, હિંડનબર્ગના કહેર વચ્ચે અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટું રોકાણ કરીને ચર્ચામાં આવેલા ઇન્વેસ્ટર GQG પાર્ટનર્સે ફરી એક વખત અદાણીની કંપનીઓમાં રોકાણ કરવાનું મન બનાવ્યું છે.

માર્ચ 2023માં GQG પાર્ટનર્સે ગ્રુપની 4 કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી ટોટલ ગેસમાં 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કયું હતું. ગત 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા હતા જેમાં અદાણી ગ્રુપ પર 88 સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ અદાણીના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો અને 2 મહિના સુધી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો. અદાણીના શેર 85 ટકા સુધી તુટી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp