અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો, આ કારણે ભાગી રહ્યા છે શેર

PC: im.rediff.com

શેર માર્કેટના કારોબારી વીકના પહેલા જ દિવસે માર્કેટની શરૂઆત રેકોર્ડ ઊંચાઇએ પહોંચી છે. નિફ્ટી પહેલીવાર 19600ને પાર ખૂલ્યો. તો અદાણી ગ્રુપના દરેક શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપના દરેક શરોમાં 2-3 ટકાની વચ્ચે તેજી જોવા મળી. ઈંટ્રા ડેમાં અદાણી એન્ટરપ્રાઇસ 2 ટકાથી વધારે ચઢ્યો.

બીક્યૂ પ્રાઇમ રિપોર્ટ અનુસાર, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરના શેરોમાં 3 ટકાની વધુ તેજી જોવા મળી. જ્યારે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ અને અદાણી ટ્રાંસમિશનમાં 2-2 ટકાની તેજી છે.

અદાણી ગ્રુપના બાકીના શેરોમાં અદાણી ગ્રીન એનર્જી, ACC અને અંબુજા સિમેન્ટમાં 1.55 ટકાથી વધારે તેજી જોવા મળી. તો NDTVના શેરોમાં 5 ટકાની અપર સર્કિટ લાગી.

બપોરે 12.48 વાગ્યા સુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝ (+1.30%) નિફ્ટના ટોપ ગેનરમાં સામેલ રહ્યો.

આ કારણે ભાગ્યા શેરઃ

અદાણી પાવર લિમિટેડના પૂર્ણ સ્વામિત્વવાળી કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ(APJL)એ 12 જુલાઈના રોજ ગોડ્ડા પ્લાન્ટમાં ડિપેંડેબલ કેપેસિટી ટેસ્ટ પૂરી કરી છે. બાંગ્લાદેશની સાથે થયેલ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટમાં ડિપેંડેબલ કેપેસિટી ટેસ્ટ જરૂરી છે. પ્લાન્ટના બંને યૂનિટ દ્વારા ઈલેક્ટ્રિસિટી સપ્લાઈ શરૂ કરવાના 6 કલાક પછી આ ટેસ્ટ કરવામાં આવ્યો.

15 જુલાઈના રોજ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કર્યા પછી ગૌતમ અદાણીએ ટ્વીટ કરી. લખ્યું કે, 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટના હેંડઓવર અને પૂરેપૂરી ક્ષમતાથી ચાલૂ થવા પર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું ભારત અને બાંગ્લાદેશની ટીમોને સેલ્યૂટ કરું છું. જેમણે કોવિડમાં પણ બહાદુરી દેખાડતા રેકોર્ડ 3.5 વર્ષમાં પ્લાન્ટ પૂરો કર્યો છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝ 1.35 ટકાની તેજીની સાથે 2408.10 રૂપિયા અને અદાણી પાવર 1.36 ટકા વધી 245.20 રૂપિયા પર હતો.

ધારાવી રિડેવલપ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકારે આપી મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપનું ટેન્ડર મંજૂર કરી દીધું છે. પ્રોજેક્ટના સીઈઓ શ્રીનિવાસે જણાવ્યું કે, આ સંબંધમાં GR પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં લેટર ઓફ એવોર્ડ પણ બહાર પાડી દેવામાં આવશે.

નવેમ્બર 2022માં અદાણી ગ્રુપે ધારાવીને ફરીથી વિકસિત કરવાના પ્રોજેક્ટ માટે ટેન્ડર ભર્યું હતું. ગ્રુપે આના માટે 5069 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp