અદાણીના શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 20 દિવસમાં 75 ટકા ડાઉન

PC: deccanherald.com

અદાણી ગ્રુપની કંપનીના શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા છે. છેલ્લાં 20 જ  દિવસમાં ગ્રુપ કંપનીના શેરોમાં 75 ટકા જેટલો મોટો કડાકો બોલી ગયો છે.

અદાણી ગ્રુપની 4 કંપનીઓના રોકાણકારોની હાલત અત્યારે એવી થઉ ગઇ છે કે કાપો તો લોહીના નિકળે. આ શેરોમાં લાંબા સમયથી ભાવમાં ધબડકો વળી ગયો છે. રોજ પડેને લોઅર સર્કીટ પર લોઅર સર્કીટ લાગી રહી છે જેને કારણે રોકાણકારોને શેર વેચવાનો મોકો પણ મળતો નથી. ગૌતમ અદાણી માટે પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું મુશ્કેલ પડી રહ્યું છે. દરેક સેશનમાં માર્કેટ કેપમાં ગાબડાં પડી રહ્યા છે અને રોકાણકારોની મૂડીમાં મોટું ધોવાણ થઇ રહ્યું છે. માત્ર 20 જ દિવસમાં અદાણી ગ્રુપના શેરોમાં 75 ટકા નિકળી ગયા છે.

અદાણી પાવરના શેરમાં લોઅર સર્કિટ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે આ શેર 140.90 રૂપિયા પર આવી ગયો છે. 24 જાન્યુઆરી, 2023ન દિવસે શેરનો ભાવ રૂ.275ની આસપાસ હતો તે જ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર પોતાનો અહેવાલ બહાર પાડ્યો હતો. ત્યારથી આ સ્ટૉકમાં લોઅર સર્કિટ શરૂ થઈ ગઈ છે. આ રીતે આ શેરની કિંમત માત્ર 20 દિવસમાં અડધી થઈ ગઈ છે. આ સ્ટોક કેટલો ઘટશે તે કહેવું મુશ્કેલ છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરને પણ લાંબા સમયથી કોઇ બાયર નથી આવતું. આ સ્ટૉકમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી છે. 25 જાન્યુઆરીએ આ શેર રૂ. 2800ની નજીક હતો. હિંડનબર્ગના અહેવાલ પછી તેમાં જબરદસ્ત ઘટાડો થયો. હવે આ શેરની કિંમત ઘટીને રૂ.1017 થઈ ગઈ છે. આ સ્ટૉકમાં સતત નીચલી સર્કીટ લાગી રહી છે.

અદાણી ગ્રીન એનર્જિના સ્ટોકમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શેર 5 ટકાની નીચી સર્કિટ સાથે રૂ. 620.75 પર આવી ગયો છે. 25 જાન્યુઆરીએ આ શેરની કિંમત 1900 રૂપિયાની આસપાસ હતી. ત્યારથી તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ શેર ઘટીને 620 રૂપિયા પર આવી ગયો છે.

અદાણી ટોટલના શેરમાં પણ નીચલી સર્કિટ અટકવાનું નામ નથી લઈ રહી. 25 જાન્યુઆરીએ શેર રૂ. 3,900ની નજીક હતો. ત્યારપછી આ શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટીને આ શેર રૂ.1078 પર આવી ગયો છે. આ રીતે આ શેરની કિંમત 20 દિવસમાં 75 ટકા ઘટી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp