અદાણી ગ્રુપના શેર આ કારણે 4 ટકા સુધી આજે તૂટ્યા

PC: news.rediff.com

અદાણી ગ્રુપના શેરોમાં આજે બિકવાલીમાં ભારે દબાણ જોવા મળ્યું છે. એકબાજુ ગ્રુપની પોર્ટ કંપનીના ઓડિટર ડેલોયટના રાજીનામાને કારણે દબાણ જોવા મળ્યું તો બીજી બાજુ માર્કેટમાં સેબી ગ્રુપની તપાસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે તેને લઇ દબાણ જોવા મળ્યું છે. અદાણી ગ્રુપની 10 કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે. જેમાંથી એકપણ આજે ગ્રીન ઝોનમાં જોવા મળી નહીં. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અંબુજા સિમેન્ટ્સ ઈન્ટ્રાડેમાં 4 ટકાથી વધારે તૂટ્યા હતા.

અદાણી એન્ટરપ્રાઈસ BSE પર 3.26 ટકાના ઘટાડાની સાથે 2455.70 રૂપિયા, અદાણી પાવર 0.78 ટકા ગગડી 285.85 રૂ. અને અદાણી ટ્રાન્સમિશન 2.69 ટકા ગગડી 808.30 રૂ. પર બંધ થયો છે. અદાણી ગ્રીન એનર્જી 2.09 ટકા તૂટી 951.15 રૂ., અદાણી ટોટલ ગેસ 1.88 ટકા તૂટી 636.80 રૂ., અદાણી પોર્ટ્સ 1.96 ટકા ગગડી 375.80 રૂપિયા પર આવી ગયા. તો NDTV પણ 1.37 ટકા તૂટીને 220 રૂપિયા, એસીસી 2.27 ટકા ગગડી 1910.25 રૂ. અને અંબુજા સિમેન્ટ્સ 440.55ના ભાવે બંધ થયો છે.

ઓડિટર Deloitteનો શું છે મામલો

ગયા અઠવાડિયે રોયટર્સની એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે અદાણી પોર્ટ્સની ઓડિટિંગનું કામ Deloitteએ એ કારણે છોડ્યું કે તે એકલા હાથે ઓડિટ કરવા માગતી નહોતી. સાથે જ હિંડનબર્ગે પોતાની રિપોર્ટમાં કંપનીના જે ટ્રાન્ઝક્શનનો ઉલ્લેખ કરી સવાલ કર્યા તેને લઇ પણ Deloitteને ચિંતા હતી. Deloitteએ હાલમાં જ સંકેત આપ્યા હતા કે અદાણી ગ્રુપની અન્ય લિસ્ટેડ કંપનીઓનું ઓડિટિંગ યોગ્ય રીતે થઇ રહ્યું નથી. શનિવારે કંપનીએ કહ્યું કે જે કારણે Deloitteએ કામ છોડ્યું તે વ્યાજબી નથી. કંપનીએ MSKA & Associatesને નવા ઓડિટર બનાવ્યા.

SEBIની રિપોર્ટમાં શું છે

શેર માર્કેટની કંટ્રોલર સેબીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપની તપાસથી જોડાયેલ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી. સેબી આ તપાસ 3 વર્ષથી કરી રહી છે પણ જે મામલાને લઇ સેબી તપાસ કરી રહી હતી તે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગની રિપોર્ટમાં પણ હતું. આ રિપોર્ટ જાન્યુઆરીમાં આવી હતી, જ્યારે સેબીની તપાસ ઓક્ટોબર 2020થી ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp