અદાણીએ જણાવ્યું કે હિંડેનબર્ગના રિપોર્ટની તેમની કંપની પર શું અસર પડી

PC: gulfnews.com

અબજોપતિ ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ગ્રુપની કંપનીઓના FY23 નાણાકીય પરિણામ તેની સફળતાનું પ્રમાણ છે છતા, કંપનીઓ પર એક શોર્ટ સેલરના રિપોર્ટમાં ટાર્ગેટેડ મિસઇન્ફોર્મેશન આપવામાં આવી. અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના વાર્ષિક રિપોર્ટમાં શેરધારકોને પોતાના સંબોધનમાં ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું કે, બેલેન્સ શીટ, એસેટ્સ અને ઓપરેટિંગ કેશફ્લો હવે પહેલા કરતા વધુ સારો છે અને સતત મજબૂત થઈ રહ્યો છે.

બીક્યૂના રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું, જે ગતિથી ગ્રુપે અધિગ્રહણ કર્યું છે અને તેને બદલ્યુ છે, તે સમગ્ર રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં અજોડ છે અને તેણે ગ્રુપના વિસ્તારને પ્રોત્સાહન આપ્યું છે. અદાણીએ કહ્યું કે, શોર્ટ સેલર રિપોર્ટ જાણી જોઇને ખોટી સૂચના પર આધારિત હતો, જેનો ઉદ્દેશ્ય ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો અને સ્ટોકની કિંમતોમાં જાણી જોઇને ઘટાડાના માધ્યમથી નફો કમાવાનો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝીસે ભારતની સૌથી મોટી ફોલો-ઓન પબ્લિક ઓફરિંગને સંપૂર્ણરીતે સબ્સક્રાઇબ થયા બાદ બંધ કરવાનો નિર્ણય કર્યો કારણ કે, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સ્ટોક હેરફેર અને છેતરપિંડીના આરોપ લાગ્યા બાદ સ્ટોક અસ્થિર રહ્યો. અદાણીએ કહ્યું, સંપૂર્ણરીતે સબ્સક્રાઇબ્ડ ફોલો-ઓન સાર્વજનિક રજૂઆત છતા, અમે પોતાના નિવેશકોના હિતોની રક્ષા માટે તેને પાછા લીધા અને પૈસા પાછા કરવાનો નિર્ણય લીધો.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક સમિતિએ મે મહિનામાં કહ્યું હતું કે, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણીના શેરોમાં અસ્થિરતાથી કોઈ પ્રણાલીગત જોખમ ના થયુ. અદાણીએ કહ્યું, પેનલે અમારા ગ્રુપના ડિસ્ક્લોઝર્સની ગુણવત્તાની પુષ્ટિ કરી અને નિયામક વિફળતા અથવા કોઈ પ્રકારનું કોઈ ઉલ્લંઘન ના મળ્યું. જોકે, સેબીએ આવનારા મહિનાઓમાં પોતાનો રિપોર્ટ જમા કરાવવાનો છે, અમે અમારા પ્રબંધન અને ડિસ્ક્લોઝર્સ માનકો પ્રત્યે આશ્વસ્ત છીએ.

વર્ષના હાઈલાઇટ્સ

  • અદાણી ગ્રુપનો કુલ એબિટા 36% વધીને 57219 કરોડ રૂપિયા થયો છે, કુલ આવક 96% વધીને 138715 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને ટેક્સ બાદ કુલ લાભ 218% વધીને 2473 કરોડ રૂપિયા થઈ ગયો છે.
  • અદાણી પોર્ટફોલિયો કંપનીઓ માટે ગ્રુપના $ 2.65 બિલિયનના ડિલીવરેજિંગ (દેવા ઓછાં કરવા) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે.
  • અદાણી એન્ટરપ્રાઇઝીસે નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડનું અધિગ્રહણ કર્યું છે અને ક્વિંટિલિયન બિઝનેસ મીડિયા લિમિટેડમાં 49% હિસ્સેદારીનું અધિગ્રહણ કર્યું છે.
  • નવીકરણીય ઉર્જા વ્યવસાય, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે રાજસ્થાનમાં 2.14 ગીગીવોટની દુનિયાની સૌથી મોટી હાઇબ્રિડ સૌર-પવન પરિયોજના શરૂ કરી છે અને તેના પરિચાલન નવીકરણીય ઉર્જા પોર્ટફોલિયો 49% વધીને 8 ગીગાવોટ કરતા વધુ થઈ ગઈ છે, જે ભારતમાં સૌથી વધુ છે.
  • અદાણી ટોટલ ગેસ લિમિડેટે આ વર્ષે 124000 ઘરો સુધી સ્વચ્છ ભોજન બનાવવાના ઇંધણની પહોંચનો વિસ્તાર કર્યો. તેનાથી રાજસ્વ 46%ની વૃદ્ધિ સાથે 4683 કરોડ રૂપિયા થઈ ગયો.
  • માર્ચ 2023માં ગ્રુપને અસ્થિર સ્થિતિઓ છતા GQG ભાગીદારો સાથે $1.87 બિલિયનનું સેકેન્ડરી ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂરું કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp