અદાણીના 400 કરોડની ડીલમાં થઇ રહ્યો છે વિલંબ, જાણો ક્યાં ફસાયો છે પેંચ?

PC: livehindustan.com

અદાણી ગ્રૂપની  સબસિડિયરી કંપની અદાણી ડિફેન્સ એન્ડ ટેક્નોલોજીસે ગયા વર્ષે રૂ. 400 કરોડમાં એર વર્કસના અધિગ્રહણ માટે MOU કર્યા હતા. પરંતુ આ સોદો હજુ સુધી પૂર્ણ થયો નથી અને તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે.

અદાણી ગ્રૂપ દ્વારા મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) કંપની એર વર્ક્સના પ્રસ્તાવિત સંપાદન સંબંધિત સોદોમાં વિલંબ થયો છે તેનું કારણ એવું  છે કે એર વર્કસની એક મોટી શેરહોલ્ડિંગ કંપની લિક્વિડેશનમાં ગઈ છે અને તેના કારણે ડીલ પૂર્ણ થવામાં સતત વિલંબ થઈ રહ્યો છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સે સૂત્રોનો હવાલો ટાંકીને કહ્યું છે કે, ડીલ પુરી કરવા માટે એર વર્ક્સ અને અદાણી ગ્રુપ વચ્ચે  MOUની સમય મર્યાદા પહેલાં જ બે વખત સમાપ્ત થઇ ચૂકી છે અને અંતિમ ડેડલાઇન નાણાકીય વર્ષ 2022-23ના ત્રિમાસિક ગાળાની હતી. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં અદાણી ગ્રુપની પેટા કંપની ડિફેન્સ સીસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીએ કુલ 400 કરોડ રૂપિયામાં એર વર્કસને અધિગ્રહણ કરવા સાથે જોડાયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક વ્યક્તિએ માહિતી આપી છે કે અદાણી ગ્રૂપ દ્વારા કંપનીના અધિગ્રહણ સાથે સંબંધિત સોદો હજુ પૂરો થવાનો બાકી છે કારણ કે એર વર્કસમાં 23 ટકા હિસ્સો ધરાવતા પુંજ લોયડ ગ્રૂપ લિક્વિડેશનમાં ગયું છે.  પુંજ લોયડના લેન્ડર્સ નાદારી પ્રોસેસ દરમિયાન સમાધાન કાઢવામાં નિષ્ફળ ગયા છે. જેને કારણે લિક્વિડેશનની પ્રોસેસ ચાલી રહી છે.

આ વ્યકિતએ આગળ કહ્યું કે અદાણી ગ્રુપને હજુ પણ MRO કંપની એર વર્ક્સમાં દિલચસ્પી છે. MOU સમાપ્ત થઈ ગયું છે કારણ કે એર વર્ક્સ સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્ફળ ગયું છે જ્યાં તેની સૌથી મોટી શેરહોલ્ડર કંપની, પુંજ લોયડ, લિક્વિડેશનમાં ગઈ છે અને કંપનીની માલિકીની સંપત્તિઓ બેંક દ્વારા નિર્ધારિત પ્રક્રિયા દ્વારા વેચવામાં આવશે. એમાં સમય લાગી રહ્યો છે.

જ્યારે ડીલ કરવામાં આવી હતી ત્યારે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે એર વર્ક્સ  દેશના 27 શહેરોમાં સૌથી મોટા પાન ઈન્ડિયા નેટવર્ક સાથે કામ કરે છે અને અદાણી ગ્રુપે અધિગ્રહણ અંગે કરાર કર્યો છે. આ ડીલ 400 કરોડની છે. એર વર્ક્સની સ્થાપના 1951માં થઇ હતી અને 70 વર્ષથી વધારે સમયથી સેવા આપી રહી છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે તેમનો અનુભવ અમને ખુબ કામ લાગશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp