અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં રોકાણ કરનારાઓની SEBI પાસે નથી જાણકારી: RTIનો જવાબ

PC: livemint.com

શેર બજારના રેગ્યુલેટર SEBIએ કહ્યું કે, તેની પાસે એ જાણકારી નથી કે, અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં કયા લોકોએ રોકાણ કર્યું હતું. SEBIએ RTI હેઠળ દાખલ કરેલા સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. RTIમાં FPOને અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં રોકાણ કરનારાઓ અને તેમના દ્વારા કરવામાં આવતા રોકાણની રકમની જાણકારી માગવામાં આવી હતી. સાથે જ SEBIને FPOને રદ્દ કરવાનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના અદાણી ગ્રુપ વિરુદ્ધ રિપોર્ટ સામે આવ્યા બાદ ગ્રુપે 1 ફેબ્રુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOને પાછો લેવાની જાહેરાત કરી હતી. 27 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઈઝીસે 20 હજાર કરોડ રૂપિયા ભેગા કરવા માટે FPO જાહેર કર્યો હતો, જે 1 ફેબ્રુઆરી 2023 સુધી રોકાણ માટે ખુલ્લો હતો. પરંતુ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરના FPOના પ્રાઇઝ બેન્ડથી નીચે પડી ગયા બાદ અદાણી ગ્રુપે FPO પરત લઈ લીધો હતો.

એક રિપોર્ટ મુજબ, પ્રસનજીત બોસ નામના વ્યક્તિએ 31 જાન્યુઆરી અને 8 ફેબ્રુઆરીના રોજ SEBI પાસે 2 RTI દાખલ કરી હતી. તેમણે અપીલેટ ઓથોરિટી પાસે અપીલ દાખલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, RTI દ્વારા જે જાણકારી માગવામાં આવી છે, તેને આપવાથી ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર (CPIO)એ ના પાડી દીધી. તેના જવબમાં રેસ્પોન્ડેટે RTI દ્વારા માગવામાં આવેલી જાણકારી પર કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી રહી છે તે SEBI પાસે ઉપલબ્ધ નથી.

અપીલ ફગાવતા કહ્યું કે, અપીલેટ ઓથોરિટીએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે તે જાણકારી સાર્વજનિક રેકોર્ડનો હિસ્સો નથી અને જ્યાં એવી જાણકારી કોઈ કાયદા કે સાર્વજનિક ઓથોરિટીના નિયમો કે રેગ્યુલેટર હેઠળ બનાવી રાખવાની જરૂરિયાત નથી. એવામાં પબ્લિક ઓથોરિટી એવી જાણકરી ભેગી કરવા કે મળવા અને પછી તેને અરજીકર્તાને ઉપલબ્ધ કરાવવા માટે બાધ્ય નથી. 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ ગૌતમ અદાણીનું સામ્રાજ્ય પૂરી રીતે ડોલી ગયું હતું. તેની અસર અત્યારે પણ અદાણીના શેર પર જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp