26th January selfie contest

અદાણી ગ્રુપ બાદ વધુ એક ભડાકો કરવાની તૈયારીમાં હિંડનબર્ગ, ટ્વીટથી મળ્યા સંકેત

PC: thehindu.com

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનું નામ વર્ષ 2023ની શરૂઆતથી જ ચર્ચામાં છે. આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રુપને લાઇને આ ફર્મે જે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, તેણે ગૌતમ અદાણીના સામ્રાજ્યને હલાવીને રાખી દીધું. તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે, જેના કારણે દુનિયાના ટોપ-10 અમીરોમાં સામેલ રહેલા ગૌતમ અદાણીની સંપત્તિ 60 ટકા ડૂબી ગઈ. હવે આ શોર્ટ સેલર ફર્મ વધુ એક મોટો ભડાકો કરવાની તૈયારી કરી રહી છે. હિંડનબર્ગે પોતાની એક ટ્વીટમાં લખ્યું કે, ‘New Report soon- Another Big One..’

અદાણી ગ્રુપને ધરાશાયી કર્યા બાદ હવે હિંડનબર્ગના નિશાન પર કયું મોટું કોર્પોરેટ ગ્રુપ છે કે પછી કયા અબજપતિ? એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 23 માર્ચના રોજ હિંડનબર્ગના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જે ટ્વીટ કરવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે. વધુ એક મોટો રિપોર્ટ જલદી..’ શોર્ટ સેલર ફર્મની આ ટ્વીટે એટલે પણ ચિંતા વધારી દીધી છે કેમ કે એ એવા સમયે કરકવામાં આવી છે, જ્યારે આખી દુનિયામાં બેન્કિંગ સેક્ટર સંકટમાં પડી ગયું છે અને એક બાદ એક બેંક ડૂબતી જઈ રહી છે.

બેન્કિંગ સંકટની વાત કરીએ તો એક તરફ જ્યાં અમેરિકામાં સિલિકોન વેલી બેંક (SVB) ડૂબી ગઈ છે, તો સિગ્નેચર બેંકને પણ બંધ કરી દેવામાં આવી છે. એ સિવાય અમેરિકાની અડધો ડઝનથી વધુ બેંકો પર ડૂબવાનું જોખમ મંડરાઈ રહ્યું છે, જેમને વર્લ્ડ રેટિંગ એજન્સી મૂડીઝે અંડર રિવ્યૂ કેટેગરીમાં નાખી છે. તેમાં ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત અન્ય મોટા નામ સામેલ છે. તો બીજી તરફ અમેરિકાથી શરૂ થયેલી બેન્કિંગ ત્સુનામી યુરોપની સૌથી મોટી બેન્કોમાંથી એક ક્રેડિટ સુઈસને પણ પોતાની જડમાં લઈ લીધી છે અને તેની હલત પણ બેહાલ છે.

નાથન એન્ડરસનના નેતૃત્વવાળી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે વર્ષ 2017 બાદથી અત્યાર સુધી દુનિયાની લગભગ 16 કંપનીઓમાં કથિત મોટી ગરબડીને લઈને પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. અદાણી ગ્રુપ પર નિશાનો સાધવા અગાઉ વર્ષ 2022માં તેણે ટ્વીટર ઇન્કને લઈને પણ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. અદાણી ગ્રુપને લઈને પ્રકાશિત કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં સ્ટોક મેનુપુલેશનથી લઈને લોન સુધીને લઈને ગંભીર સવાલ કરવામાં આવ્યા હતા.

જો કે, અદાણી ગ્રુપ તરફથી તેનું ખંડન કરવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર શું અસર પાડી એ બધા સામે છે. માત્ર 2 મહિનામાં જ ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિઓનો 60 ટકા ભાગ ગુમાવી દીધો. અદાણી સામ્રાજ્ય પર હિંડનબર્ગના રિપોર્ટની અસરની વાત કરીએ તો નવું વર્ષ શરૂ થવા અગાઉ અદાણી દુનિયાના અમીરોની લિસ્ટમાં ચોથા નંબર પર હતા અને તેમની નેટવર્થ 120 અબજ ડોલરની આસપાસ હતી.

24 ફેબ્રુઆરીના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થવાના આગામી દિવસે એટલે કે 25 જાન્યુઆરીથી અદાણીની કંપનીના શેરોમાં એવી ત્સુનામી આવી, જેણે 2 મહિનામાં તેમને પહેલા બિલિનેયર લિસ્ટમાં ટોપ-10માંથી બહાર કર્યાં પછી તો-20માંથી પણ કાઢી દીધા. ફેબ્રુઆરીના અંત સુધીમાં તેઓ અમીરોની લિસ્ટમની નીચે સરકીને 34માં નંબર પર પહોંચી ગયા હતા. જો કે, હવે અદાણીના શેરોમાં થોડી રિકવરી જોવા મળી રહી છે અને તે 53 અબજ ડોલરના નેટવર્થ સાથે લિસ્ટમાં 21માં નંબર પર પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp