એક IPO લિસ્ટેડ થયો અને આ માણસ અબજોપતિની યાદીમાં આવી ગયો, રોકાણકારો પણ કમાયા

PC: livemint.com

તાજેતરમાં મૂડીબજારમાં IPO લઇને આવેલી એક કંપનીનો શેર શેરબજારમા લિસ્ટેડ થયો છે અને લિસ્ટ થતાની સાથે જ રોકાણકારોને તો કમાણી થઇ જ છે, પરંતુ સાથે પ્રમોટર પણ અબજોપતિની યાદીમાં સામેલ થઇ ગયા છે. ખોરાકને ગરમ રાખવા માટે દરેક ઘરમાં કેસરોલનો ઉપયોગ કરવામાં આવે છે. સેલો વર્લ્ડ, વાસણો બનાવવાની પ્રખ્યાત કંપની છે અને તેનો IPO 6 નવેમ્બરે આવ્યો હતો.

સેલો વર્લ્ડનો IPO 6 નવેમ્બરે આવ્યો હતો અને લિસ્ટીંગ થઇ ગયો છે. પહેલા જ દિવસે શેરનો ભાવ 22 ટકા ઉપર ખુલવાને કારણે રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. કંપનીની માર્કેટ વેલ્યૂ 16,000 કરોડ પર પહોંચી ગઇ છે. સેલો વર્લ્ડના ચેરમેન પ્રદીપ રાઠોડ લિસ્ટીંગ પછી ભારતના અબજોપતિઓની યાદીમાં સામેલ થઇ ગયા છે.

સેલો વર્લ્ડના ચેરમેન પ્રદીપ રાઠોડની કંપનીમાં 44 ટકા હિસ્સેદારી છે. શેરનો ભાવ ઉપર ખુલવાને કારણે તેમના શેરની વેલ્યુ 8,300 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.

સેલો કંપનીની સ્થાપના ઘીસુલાલ રાઠોડે 1974માં કરી હતી. સેલોએ મુંબઈમાં ભારતીય રસોડા માટે થર્મોવેર ઉત્પાદક તરીકે શરૂઆત કરી હતી જેણે પાછળથી તેના ઉત્પાદનોની શ્રેણીનો વિસ્તાર કર્યો હતો.

સેલો વર્લ્ડની 3 મુખ્ય કેટેગરી છે. જે ગ્રાહકોને હાઉસવેર ઉત્પાદનો તેમજ સ્ટેશનરી અને મોલ્ડેડ ફર્નિચર કેટેગરી સાથે સંબંધિત ઉત્પાદનો પ્રદાન કરે છે.

વર્ષ 2017માં સેલોએ ગ્લાસવેર અને ઓપલ વેર માર્કેટમાં પણ એન્ટ્રી કરી હતી. કંપનીએ ‘Cello’ બ્રાન્ડ હેઠળ પોતાના ઉત્પાદનોનું વિસ્તરણ કર્યું હતું. કંપની પાસે 13 મેન્યુફેકચરીંગ ફેસેલિટી છે, જેમાં દમણ, હરિદ્રાર, ચૈન્નઇ, કોલકાત્તાનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજસ્થાનમાં એક નવા ગ્લાસવેર રેંજનું યુનિટ શરૂ કરવાની યોજના છે.

Celloનો ચોખ્ખો નફામાં 30 ટકા વૃદ્રિ જોવા મળી છે. ગયા વર્ષે કંપનીનો ચોખ્ખો 219.52 કરોડ રૂપિયા હતો જે વર્ષ 2023માં 285 કરોડ પર પહોંચ્યો છે.

Cello વર્લ્ડના લિસ્ટીંગ પછી અબજોપતિઓની યાદીમાં સામેલ થયા પ્રદીપ રાઠોડ કોણ છે? એ જાણવામાં તમને રસ હશે.

રાઠોડ એક અનુભવી પ્રોફેસનલ છે. તેમની પાસે પ્લાસ્ટિક, થર્મોવેર અને કાચા માલના ઉત્પાદન અને વેપારમાં લગભગ 40 વર્ષનો અનુભવ છે. પ્રદીપ રાઠોડના પુત્ર, ગૌરવ, અને નાનો ભાઈ, પંકજ, સંયુક્ત રીતે બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. રાઠોડ વિમ પ્લાસ્ટ લિ.ના મુખ્ય પ્રમોટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp