- Business
- હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી આ દિગ્ગજ કંપની માટે પણ નહીં લગાવે બોલી
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી આ દિગ્ગજ કંપની માટે પણ નહીં લગાવે બોલી
હિંડનબર્ગના રિપોર્ટ બાદ સંકટમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહેલા અદાણી ગ્રુપે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપે દેશની પાવર ટ્રેડિંગ કંપની PTC ઇન્ડિયા લિમિટેડમાં હિસ્સેદારી માટે બોલી લગાવવાથી પોતાને અલગ કરી લીધું છે. આ અગાઉ એવા સમાચાર મળી રહ્યા હતા કે અદાણી ગ્રુપે PTC ઇન્ડિયામાં હિસ્સેદારી ખરીદવા માટે રસ દેખાડ્યો છે અને તે શરૂઆતી જાણકારીની સમીક્ષા કરનારા સંભવિત બોલીદાતાઓમાંથી એક છે.
બ્લૂમબર્ગના રિપોર્ટમાં જાણકારોના સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ હિંડનબર્ગ વિવાદ બાદ કેશ રિઝર્વ કરવા માગે છે. આ અનુસંધાને PTC ઇન્ડિયા લિમિટેડની બોલીથી પાછળ હટવાનો નિર્ણય લીધો છે. જો કે અદાણી ગ્રુપ તરફથી અત્યારે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાની ના પાડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પ ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પની PTC ઇન્ડિયા લિમિટેડમાં હિસ્સેદારી છે. આ ચારેય કંપનીઓ ક્રમશઃ 4 ટકાની પોતાની હિસ્સેદારી વેચવા માટે એક સલાહકાર સાથે કામ કરી રહી છે.

કહેવાનો મતલબ છે કે, કંપની કુલ 16 ટકા ભાગીદારી વેચશે. PTC ઇન્ડિયા લિમિટેડના સ્ટોક પ્રાઇઝના આધાર પર 16 ટકા હિસ્સેદારીની કિંમત લગભગ 53 મિલિયન ડૉલર હોય શકે છે. PTC ઇન્ડિયા લિમિટેડના શેરધારકોમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને દામોદર વેલી કોર્પ પણ સામેલ છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 2500 કરોડ રૂપિયા છે. જો હાલની નવી કિંમતો જોઇએ તો PTC ઇન્ડિયામાં 16 ટકા ભાગીદારીની કિંમત 415 કરોડ રૂપિયા સુધી હોય શકે છે.
હાલમાં જ અદાણી પાવર લિમિટેડે છત્તીસગઢ થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરાનારી કંપની DB પાવરના અધિગ્રહણથી હાથ પાછળ ખેચી લીધા હતા. આ ડીલ 7017 કરોડ રૂપિયાની હતી. નોંધનીય છે કે ગત 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ શેલર ફાર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં ગ્રુપ પર બજારમાં હેરાફેરી અને અકાઉન્ટિંગ ફ્રોડના આરોપ લગાવ્યા હતા.

ગ્રુપે બધા આરોપોની નકારી દીધા હતા, પરંતુ આ રિપોર્ટ બાદ શેર બજારમાં લિસ્ટિંગ કંપનીઓના શેર માઠી રીતે તૂટી ગયા. અત્યાર સુધી અદાણી ગ્રુપના બજારની કિંમતમાં 130 બિલિયન ડૉલરનું નુકસાન થઇ ચૂક્યું છે. આ બગડેલી પરિસ્થિતિથી બહાર નીકળવા માટે અદાણી ગ્રુપે પોતાની તિજોરીની વૃદ્ધિને અડધી કરી દીધી છે અને નવા પૂંજીગત વ્યયને રોકવાની યોજના બનાવી રહ્યું છે.

