સતત બે દિવસની મંદી અટકી, જાણો 24 તારીખે કેવી રહેશે બજારની ચાલ
શાનદાર ગ્લોબલ સંકેતોથી બજારમાં ખોવાયેલી રોનક ફરી આવી છે. 2 દિવસોના કડાકા બાદ આજે બજાર તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ 320 પોઇન્ટ વધીને 60942 પર અને નિફ્ટી 91 પોઇન્ટ વધીને 18119 પર બંધ આવ્યું છે. IT, બેન્કિંગ, ફાર્મા, ઓટો શેરોમાં ખરીદી આવી રહી છે. જ્યારે, FMCG, PSU શેરોમાં તેજી જોવા મળી. સૌથી વધારે દબાણમાં રિયલ્ટી, મેટલ, ઇન્ફ્રાના શેર રહ્યા. નિફ્ટી બેન્ક 314 પોઇન્ટ ઉપર ચઢીને 42821 પર બંધ આવ્યું. મિડકેપ 174 પોઇન્ટ ચઢીને 31274 પર બંધ આવ્યું. નિફ્ટીના 50માંથી 32 શેરોમાં તેજી રહી. સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં તેજી જોવા મળી. નિફ્ટી બેન્કના 12માંથી 8માં ખરીદી જોવા મળી. ડોલરની સરખામણીમાં રૂપિયો 27 પૈસા નબળો પડીને 81.39ના સ્તર પર બંધ આવ્યો.
HUL, Sun Pharma, Tech Mahindra, Eicher Moters, UPL નિફ્ટીના ટોપ ગેનર રહ્યા. અલ્ટ્રાટેક સીમેન્ટ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, NTPC અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર રહ્યા. અલગ અલગ સેક્ટર પર નજર નાખીએ તો IT ઇન્ડેક્સમાં 1 ટકાની તેજી જોવા મળી. જ્યારે, ઓટો, બેન્ક, FMCG અને ફાર્મા શેરોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે, ઇન્ફ્રા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી. મિડકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો કડાકો જોવા મળ્યો. જ્યારે, સ્મોલકેપ ઇન્ડેક્સ 0.3 ટકાની નબળાઇ સાથે બંધ આવ્યું. અતુલ, ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ અને ટ્રેન્ટમાં શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યા છે. જ્યારે, હિંદ કોપર, પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને સેલમાં લોન્ગ બિલ્ડઅપ જોવા મળ્યા છે.
એક બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, યુરોપિયન અને એશિયન બજારોથી મળી રહેલા પોઝિટિવ સંકેતો વચ્ચે બજાર આજે આખો દિવસ તેજીમાં રહ્યું. હાલની પિટાઇ બાદ આજે IT શેરો સ્ટાર બન્યા હતા. આજે બજારમાં તેજીનો મૂડ રહેતા ફરીથી 1 દિવસ નાના સપ્તાહમાં બજારમાં પ્રી બજેટ રેલી જોવા મળી શકે છે. ટેક્નિકલ દૃષ્ટિએ જોતા સ્ટ્રોન્ગ મોમેન્ટમ છતાં, નિફ્ટી 18180ના બેરિયરને પાર કરવામાં કામયાબ રહી છે. વર્તમાનમાં નિફ્ટી 20 દિવસની સિંપલ મૂવિંગ એવરેજની ઉપર કારોબાર કરી રહ્યું છે. તેની સાથે જ હાયર બોટમ ફોર્મેટ પણ બનાવી રહ્યું છે. તે બજાર માટે પોઝિટિવ સંકેત છે. ટ્રેડર્સ માટે 18000નું લેવલ મહત્વનું રહેશે. જો નિફ્ટી તેની ઉપર ટકવામાં કામિયાબ રહે છે તો તે 18200 અને 18250ની તરફ જતું નજરે પડશે. જ્યારે, 18000ની નીચે આવે છે તો ફરી આ નબળાઇ 17950થી 17900 સુધી જઇ શકે છે.
એક અન્ય બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, નિફ્ટીમાં 23મી જાન્યુઆરીના રોજ એક દાયરામાં ફરતું નજરે પડ્યું. જોકે, ઇન્ડેક્સના ઓવરઓલ સ્ટ્રક્ચરથી સંકેત મળે છે કે, તે આગામી તેજી માટે તૈયાર થઇ રહ્યું છે. ડેલી ચાર્ટ પર નિફ્ટીએ હાયર ટોપ હાયર બોટમ બનાવવાનું શરૂ કર્યું છે. જો નિફ્ટી 18184નો સ્વિંગ હાઇ પાર કરી લે છે તો આપણે બજારમાં નવી લોન્ગ પોઝિશન લઇ શકીએ. શોર્ટ ટર્મમાં નિફ્ટીમાં 18206થી 18300 રેઝિસ્ટન્સ પાર કરશે તો 18500 સુધીની રેલી જોવા મળી શકે છે. જ્યારે, નીચેની તરફ 18000નો સપોર્ટ નજરે પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp