Amazonમાં ફરી થશે છટણી, બીજા રાઉન્ડમાં આટલા કર્મચારીઓની લિસ્ટ તૈયાર

PC: amazon.in

દુનિયામાં બેન્કિંગ સંકટ અને મંદીના વધતા જોખમ વચ્ચે ચાલી રહેલી છટણીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપની Amazonએ બીજા રાઉન્ડની છટણીની તૈયારી કરી લીધી છે અને આગામી થોડા અઠવાડિયામાં હજારો કર્મચારીઓને બહાર કાઢવાનો પ્લાન બનાવી લીધો છે. કંપની તરફથી CEO Andy Jassyએ આ Layoffની જાહેરાત કરી છે. એક રિપોર્ટ મુજબ, Amazonએ Layoffના પહેલા રાઉન્ડ હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાના કુલ વર્ક ફોર્સમાંથી 18 હજાર કર્મચારીઓની છટણી કરી હતી.

હવે બીજા રાઉન્ડમાં 9 હજાર કર્મચારીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ કર્મચારીઓને આગામી થોડા અઠવાડિયામાં બહારનો રસ્તો દેખાડી શકાય છે. CEO એન્ડી જેસીના એક બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ છટણીનો જે પ્લાન બનાવ્યો છે, તેમ મોટાભાગના AWS, Advertising અને Twitch સેક્શનના લોકો પ્રભાવિત થશે. હાલના સમયમાં અને નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થામાં જે અનિશ્ચિતતા દેખાઇ રહી છે, તેને જોતા અમે પોતાનો ખર્ચ અને હેડકાઉન્ટને હજુ વધારે સુવ્યવસ્થિત કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પૂરતી માત્રામાં નવા કર્મચારીઓને જોડ્યા છે, પરંતુ અનિશ્ચિત અર્થવ્યવસ્થાએ અમને ખર્ચ અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે મજબૂર કર્યા છે. Amazonમાં છટણીના પહેલા રાઉન્ડ દરમિયાન CEO એન્ડી જેસી તરફથી એવા પણ સંકેત આપવા આવ્યા હતા કે આ પ્રકારના નિર્ણય આગળ પણ લઈ શકાય છે. અત્યારે કંપની ખૂબ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે અને બિઝનેસમાં આનિશ્ચિતતાના વાદળ જ્યાં સુધી સમાપ્ત થતા નથી, આ પ્રકારના સખત પગલાં આગળ પણ ઉઠાવી શકાય છે અને હવે 9000 કર્મચારીઓની છટણીના પ્લાનનો ખુલાસો કરીને તેમણે એ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે.

આ અગાઉ હાલમાં જ ફેસબુકની પરેન્ટ કંપની “મેટા”એ પણ ફરી એક વખત છટણી કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, કંપની 10 હજારથી વધારે કર્મચારીઓની છુટ્ટી કરશે. મેટાએ ગયા વર્ષે નવેમ્બર 2022માં પણ 11,00 કરતા વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. જે તેની શરૂઆત બાદ સૌથી મોટી છટણી હતી. કંપની તરફથી બીજા રાઉન્ડની છટણીની જાણકારી પણ એક બ્લોગ પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. મેટાના CEO માર્ક જકરબર્ગએ જણાવ્યું હતું કે, કંપની 5000 એડિશનલ ઓપન રોલને પણ બંધ કરવાની યોજના બનાવી રહી છે, જેના પર હવે ભરતીઓ નહીં થાય. અમે ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp